શોધખોળ કરો
કેજરીવાલના પ્રોગ્રામ માટે ભાડે આપેલા પ્લોટના માલિકની વધી મુશ્કેલી, કોર્પોરેશને શું લીધા પગલા?
અરવિંદ કેજરીવાલના વડોદરામાં કાર્યક્રમના મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાલિકાની ટિમ પ્રીત પાર્ટી પ્લોટ પહોંચી છે. પાર્ટી પ્લોટની દિવાલ દબાણમાં આવતી હોવાથી દબાણ શાખા પહોંચી છે. આપ પાર્ટીના કાર્યકરોએ બુલડોઝર સામે બેસીને વિરોધ નોંધાવ્યો. પ્રીત પાર્ટી પ્લોટમાં કેજરીવાલે વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.13 બુકીંગ કેન્સલ થયા બાદ પ્રીત પાર્ટી પ્લોટના માલિકે પ્લોટ ભાડે આપ્યો હતો. સમા સાવલી રોડ પર પ્રીત પાર્ટી પ્લોટ આવેલો છે. આપનો આક્ષેપ છે કે, કેજરીવાલના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ ભાડે અપાતા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આગળ જુઓ





















