Donald Trump: ટેરિફનું આડેધડ તરકટ ચલાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને કોર્ટે જોરદાર ઝટકો આપ્યો
ટેરિફનું આડેધડ તરકટ ચલાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા. અમેરિકાની કોર્ટે 7-4ની બહુમતીથી આ ચુકાદો આપ્યો. કોર્ટે ટિપ્પણી કરી કે, વ્યાપક વૈશ્વિક ટેરિફ આંતરરાષ્ટ્રીય આપાતકાલિન આર્થિક શક્તિ અધિનિયમ હેઠળ રાષ્ટ્રપતિના કાર્યક્ષેત્રની બહાર છે. એટલુ જ નહીં. કોર્ટે ચીન, કેનેડા અને મેક્સિકો જેવા દેશોની આયાત પર લાદવામાં આવેલા ટેરિફની ગેરબંધારણીય ગણાવ્યું. જોકે, કોર્ટનો આ ચુકાદો 14 ઓક્ટોબર સુધી લાગુ નહીં થાય. જેથી અમેરિકી સરકારને આ ચુકાદાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાનો સમય મળે. સ્થાનિક કોર્ટના ચુકાદા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પલટવાર કર્યો અને દાવો કર્યો કે, તેમની ટેરિફ નીતિ યથાવત છે અને આ ચુકાદાને તેઓ અમેરિકાની સર્વોચ્ય અદાવતમાં પડકારશે..















