મ્યૂનિખઃ ‘ડીઝલગેટ’ એમિશન છેતરપિંડી મામલે જર્મનીમાં ફોક્સવેગનની લક્ઝરી બ્રાન્ડ ઓડીના ચીફ એક્ઝિક્યૂટિવ રૂપર્ટ સ્ટેડલરની ધરપકડ કરવામાં આવી છે. કંપની દ્વારા પણ આ અંગેની પુષ્ટિ કરવામાં આવી છે. આ સિવાય કંપનીએ અન્ય કોઈ જાણકારી આપી નથી.
2/5
આ સ્કેન્ડલ સામે આવ્યા બાદે અનેક શેરહોલ્ડર્સ તથા એનાલિસ્ટ્સે કોલ કરીને સ્ટેડલરનું રાજીનામું માંગ્યું હતું. પરંતુ ફોક્સવેગન દ્વારા ન માત્ર તેમનો બચાવ કરવામાં આવ્યો પરંતુ કોન્ટ્રાક્ટ પણ પાંચ વર્ષ માટે વધારી દેવામાં આવ્યો.
3/5
2015માં અમેરિકન એજન્સીએ ફોક્સવેગનની કારમાં ગરબડ પકડી હતી. જે બાદ કંપનીએ એક કરોડથી વધુ કારના સોફ્ટવેરમાં છેડછાડ કરી હોવાનું સ્વીકાર્યું હતું. પ્રદૂષણ તપાસમાં કાર ન પકડાય તે હેતુથી આમ કરવામાં આવ્યું હતું.
4/5
ગત સપ્તાહે રૂપર્ટના પ્રાઇવેટ અપાર્ટમેન્ટમાં રેડ કરવામાં આવી હતી. રૂપર્ટ પુરાવા સાથે છેડછાડ કરી શકે છે તેવી સંભાવનાને લઈ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રૂપર્ટ સ્ટેડલર 2007થી ઓડીના સીઈઓ છે અને 2010થી વોક્સવેગન ગ્રુપના બોર્ડ મેમ્બર છે.
5/5
જર્મન ઓથોરિટીએ ફોક્સવેગન પર ડીઝલ એમિશન સ્કેન્ડલ મામલે 1 અબજ યૂરોનો દંડ લગાવ્યો હતો. જે કોઈપણ કંપનીને કરવામાં આવેલો સૌથી વધારે દંડ હતો.