શોધખોળ કરો
પાકિસ્તાનમાં 71 વર્ષમાં 29 વડાપ્રધાન, કોઈએ પાંચ વર્ષની ટર્મ નથી કરી પૂરી, જાણો કોણ સૌથી વધારે ટકેલું ?
1/8

પાકિસ્તાનમાં 4 વખત રાષ્ટ્રપતિએ અલગ-અલગ કારણોસર વડાપ્રધાનને પદભ્રષ્ટ કર્યા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટના કારણે પણ 4 વખત આવું થયું હતું. 5 વખત ખુદ વડાપ્રધાને રાજીનામું આપી દીધું હતું તો 4 વખત સેનાએ સત્તા પલટો કરી શાસન તેના હાથમાં લીધું હતું. નવાઝ શરીફ પાકિસ્તાનમાં 4 વખત સત્તા સંભાળનારા એકમાત્ર પ્રધાનમંત્રી છે.
2/8

2008માં યુસુફ રઝા ગિલાનીએ વડાપ્રધાન પદ સંભાળ્યું અને 4 વર્ષ, 2 મહિના અને 2 દિવસ સુધી ટકી રહ્યા. જે પાકિસ્તાનના ઈતિહાસમાં વડાપ્રધાન તરીકેનો સૌથી વધારે લાંબો કાર્યકાળ છે. 2012માં રઝા પરવિઝ 9 મહિના, 2013માં મિર હઝર ખાન 2 મહિના, 2013માં ફરી નવાઝ શરીફે 4 વર્ષ અને 1 મહિનો વડાપ્રધાન પદે રહ્યા. 2017માં શાહીદ અબ્બાસી 9 મહિના અને 2018માં નસિરુલ મુલ્કે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.
Published at : 26 Jul 2018 11:43 AM (IST)
View More





















