શોધખોળ કરો
ઈમરાન ખાન બનશે પાકિસ્તાનના PM, જાણો ક્રિકેટરથી રાજનેતા બનવા સુધીની સફર
1/5

ઇસ્લામાબાદઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનનું પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવાનું નક્કી છે. વલણોમાં ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ સૌથી આગળ ચાલી રહી છે. ઈમરાને વર્ષ 1996માં તહરીક-એ-ઇંસાફ પાર્ટી સ્થાપના કરી હતી. 65 વર્ષીય ઈમરાન ખાન પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર છે. ઈમરાન ગત ચૂંટણી બાદ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કર્યું હતું, જેના કારણે નવાજે પીએમની ખુરશી ગુમાવવી પડી હતી. ઈમરાનને સેનાનું સમર્થન પણ છે.
2/5

ઈમરાન ખાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે. 1992માં ઈમરાનની કેપ્ટનશિપમાં પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપ જીત્યો હતો. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ઈમરાન ખાન તેનો મોટાભાગનો સમય સામાજિક કાર્યોમાં આપતો હતો. કેન્સરથી માતાના મોત બાદ ઈમરાને પાકિસ્તાનમાં મોટી કેન્સર હોસ્પિટલ બનાવી હતી.
Published at : 26 Jul 2018 08:21 AM (IST)
View More





















