અધિકારીઓના જણાવ્યા મુજબ, હેલિકોપ્ટર 5500 ફૂટની ઊંચાઈ પરથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર રાજકુમાર છેત્રીએ જણાવ્યું કે, હેલિકોપ્ટર શનિવારે સવારે 8.10 કલાકે લેન્ડ થવાનું હતું. આ પહેલા નેપાળમાં મકાલુ એરલાઇન્સનું કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બે પાયલટનો મોત થયા હતા.
2/3
હેલિકોપ્ટરે ગોરખા જિલ્લાથી કાઠમાંડુ જવા માટે ઉડાન ભરી હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ સંપર્ક તૂટી ગયો હતો. એલ્ટીટ્યૂડ એર પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નીમા નુરુ શેરપાએ જણાવ્યું કે મૃતકોમાં એક જાપાની પર્યટક અને પાંચ નેપાળી નાગરિકો સામેલ છે. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ પણ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની વાતને સમર્થન આપ્યું છે.
3/3
કાઠમાંડુઃ નેપાળમાં શનિવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં એક જાપાની નાગરિક સહિત છ લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટરમાં સાત લોકો સવાર હતા. જેમાંથી એક મહિલા યાત્રીને બચાવી લેવાઈ છે. નેપાળના નુવાકોટ જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ઉદબ બહાદુર થાપાએ જાણકારી આપી હતી. દુર્ઘટનાગ્રસ્ત થયેલું હેલિકોપ્ટર એલ્ટીટ્યૂડ એરલાઇનનું છે.