શોધખોળ કરો
વિશ્વમાં પહેલી વાર પુરુષે બાળકને કરાવ્યું ‘સ્તનપાન’, તસવીરો થઈ વાયરલ
1/3

મેક્સમિલિયનને જણાવ્યું કે, થોડા સમય પછી નર્સે એક અજીબો ગરીબ પ્રશ્ન પૂછ્યો હતો. નર્સે મેક્સમિલિયનને પૂછ્યું કે, તમે છાતી પર નિપલ લગાવીને દૂધ પીવડાવી શકો છો? નર્સના પ્રશ્ન પર મેક્સમિલિયનને તરત જ તૈયારી દાખવી હતી. ત્યારબાદ મેક્સમિલિયનને બાળકીની માતા બનાવવાની તૈયારી શરૂ થઇ ગઇ હતી. નર્સે એક પ્લાસ્ટિકની નિપલને મેક્સમિલિયનની છાતી પર ચિપકાવી દીધઈ. અને એક નળી સાથે જોડી દીધી. મેક્સમિલિયને જણાવ્યું કે, બાળકને સ્તનપાન કરાવનાર તેઓ દુનિયાના પહેલા પિતા બન્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, મારી જગ્યાએ કોઇ બીજો હોત તો આમ જ કરત.
2/3

બાળકીને જન્મ આપ્યા બાદ તેને બીજી પણ તકલીફ થવા લાગી હતી. ત્યારબાદ તેને અન્ય વોર્ડમાં સિફ્ટ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં રોઝેલીને સ્તનપાન કરાવવાની પણ મુશ્કેલીઓ સર્જાઇ હતી. આમ બાળકીને લઇ નર્સ તેના પિતા મૈક્સમિલિયન પાસે પહોંચી. ત્યારબાદ તે બંને બાળકોની નર્સરી તરફ જવા લાગ્યા. નર્સે મેક્સમિલિયનને જણાવ્યું કે, બાળકીને જરૂરી ખોરાક જોઇએ. શરૂઆત કરવા માટે તેને આંગળીથી દૂધ પીવડાવવું પડશે.
Published at : 08 Aug 2018 07:33 AM (IST)
Tags :
અમેરિકાView More





















