આ યાદીમાં અમેરિકા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશ પહેલાથી જ સામેલ હતા. હવે ચીન, બેહરીન અને સર્બિયા જેવા દેશોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. આ દેશોના વિદ્યાર્થીઓને બ્રિટનની યુનિવર્સિટીમાં એડમિશન માટે એજ્યુકેશન, નાણા અને અંગ્રેજી ભાષા જેવા માપદંડો માટે સરળ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
2/5
યૂકે કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેયર્સ (UKCISA)ના અધ્યક્ષ લોર્ડ કરણ બિલમોરિયાએ બ્રિટન સરકારના આ પગલાને ભારતનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, બિનપ્રવાસીને લઈને બ્રિટનની આર્થિક નિરક્ષરતા અને પ્રતિકૂળ વલણનું વધુ એક ઉદાહરણ છે.
3/5
આ ફેરફાર 6 જુલાઈથી અમલી બનશે અને તેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બ્રિટનમાં એજ્યુકેશન અને રિસર્ચ સરળ બનાવવાનો છે. જોકે, નવી યાદીમાં ભારતને સામેલ કરવામાં આવ્યું નથી. જેનો અર્થ એ છે કે સમાન અભ્યાસક્રમ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ કડક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
4/5
બ્રિટનમાં સમાન અભ્યાસક્રમો માટે અરજી કરતાં ભારતીય વિદ્યાર્થીઓને હવે આકરી તપાસ અને કડક દસ્તાવેજી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. શુક્રવારે બ્રિટનની રેસિડેન્ટ નીતાં ફેરફાર માટે સંસદમાં બિલ રડૂ કરવામાં આવ્યુ હતું. બ્રિટનના ગૃહ મંત્રાલયે આશરે 25 દેશોના વિદ્યાર્થીઓ માટે ટાયર-4 વીઝા કેટેગરીમાં ઢીલની જાહેરાત કરી હતી.
5/5
લંડનઃ બ્રિટન સરકારે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો માર્યો છે. ત્યાંની સરકારે દેશની યુનિવર્સિટીમાં વીઝા અરજી પ્રક્રિયાને સરળ કરવા માટે બનાવેલી યાદીમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કરી દીધા છે. જોકે, આ યાદીમાં ચીનને સામેલ કરવામાં આવ્યું છે. બ્રિટન સરકારના આ પગલાંની આલોચના થઈ રહી છે.