બેંગકોકઃ થાઇલેન્ડમાં રાજા ભૂમિબલ અતુલ્યતેજના નિધન પછી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે. લોકો કાળાં કપડાં પહેરીને શોક મનાવી રહ્યા છે. શોકને કારણે સમગ્ર દેશમાં રેલવે મુસાફરો, વિદેશી પ્રવાસીઓ, સરકારી કર્મચારીઓ, મોર્નિંગવોક કરતા લોકોની પણ કાળાં કપડાંની માગ વધી રહી છે. જેનાથી કાળાં કપડાંની અછત સર્જાઇ છે.
2/5
ફેસબુકે થાઇલેન્ડની જાહેરાતને બ્લેકઆઉટ જાહેર કર્યો છે. એટલે કે જ્યાં સુધી બ્લેકઆઉટ રહેશે ત્યાં સુધી કોઇ જાહેરાત બતાવવામાં આવશે નહીં. કેટલાય લોકોએ પ્રોફાઇલ પેજ બ્લેક કરી દીધા છે. ગૂગલે પણ થાઇલેન્ડમાં હોમપેજને ડાર્ક ગ્રે કલરમાં કર્યુ છે ત્યાં બેંગકોક પોસ્ટ જેવા કેટલાંય ન્યૂઝપેપરે પણ પોતાના હોમપેજને બ્લેક એન્ડ વાઇટ કરી દીધા છે.
3/5
બેંગકોકના કેટલાય લક્ઝરી શોપિંગ મોલમાં અત્યાર સુધી રંગબેરંગી ગારમેન્ટમાં જોવા મળતા મેનેક્વીન્સને પણ કાળાં કપડાં પહેરાવાયાં છે. અહીંયા આવનારા લોકોમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારે છે.
4/5
બેંગકોક-થાઇલેન્ડમાં પ્રેમ તિનસુલાનંદને કાર્યવાહક રાજા બનાવાયા છે. તેમણે એક મહિના માટે થાઇ નરેશ ભૂમિબલ અતુલ્યતેજનું સ્થાન લીધું છે. લગભગ 70 વર્ષ સુધી રાજ કરનારા અતુલ્યતેજનું ગુરુવારે નિધન થયું હતું. દેશમાં એક મહિનાના શોક પછી યુવરાજ મહા વજીરાલોન્ગકર્ણ થાઇ નરેશના રૂપે રાજગાદી સંભાળશે. જનરલ પ્રેમ તિનસુલાનંદ થાઇલેન્ડના પ્રિવી કાઉન્સિલના અધ્યક્ષ છે.
5/5
માગ વધતા દુકાનદારોએ કપડાંના ભાવ બમણા કરી દીધા છે. થાઇલેન્ડના વાણિજ્ય મંત્રાલયે ઇન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સચિવને ગારમેન્ટ્સ કંપનીઓને કાળા કપડાંનું પ્રોડક્શન વધારવાના આદેશ આપ્યા છે. કાળાં કપડાંના ભાવ વધારનારા વેપારીઓને સરકારે ચેતવણી આપી છે કે જો કાળાં કપડાંના કાળાબજાર કરશો તો 7 વર્ષની જેલની સજા થઇ શકે છે.