નવી દિલ્હી: થાઈલેન્ડની ગુફામાં છેલ્લા 18 દિવસથી ફસાયેલા 12 બાળકો અને કોચને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સોમવાર સુધીમાં બચાવકર્મીઓએ 8 બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા, અને મંગળવારે તમામને સલામત બહાર કાઢી લેતાં રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. જો કે આ ઓપરેશન દરમિયાન એક બચાવકર્મીનું મોત નીપજ્યું હતું.
2/7
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તરી થાઈલેન્ડની પૂરગ્રસ્ત ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ 12 બાળકો અને કોચ સહિત તમામને બહાર કાઢવામાં આવ્યા.
3/7
4/7
ઉલ્લેખનીય છે કે, 23 જૂને વાઈલ્ડ બોર્સ નામની ટીમ ફૂટબોલ મેચ રમ્યા બાદ ગુફા જોવા ગયા હતા. તે દરમિયાન ગુફાની અંદર પૂરનું પાણી ભરાઈ જતાં તમામ બાળકો ત્યાં ફસાઈ ગયા.
5/7
6/7
અહેવાલ પ્રમાણે તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ એમ્બ્યૂલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અને તમામની તબિયત સારી છે.
7/7
ત્યાર બાદ નેશનલ પાર્ક કર્મચારીઓને ગુફા પાસે બાઈક, સાઇકલ અને રમતના સાધનો મળ્યા હતા. તેના બાદ જ્યારે સ્થાનિક ફૂટબોલ ક્લબને સંપર્ક કર્યો ત્યારે ખબર પડી હતી કે 12 સ્કૂલના બાળકો છે અને કોચ સહિત ગુફામાં ફસાઈ ગયા છે. ત્યાર બાદ રેસક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.