આ લિસ્ટમાં હોલિવૂ એક્ટ્રેસ સેલેના ગોમેજને બીજું સ્થાન મળ્યું છે.તે એક પોસ્ટ માટે 8 લાખ ડોલર (લગભગ 5.44 કરોડ રૂપિયા)ની કમાણી કરે છે. તે સિવાય ટોપ ટેનમાં ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો, ડ્વાયન જોન્સન, જસ્ટિન બીબરનો પણ સમાવેશ થાય છે.
2/4
20 વર્ષની કાઇલી જેનર કિમ કર્દાશિયનની સોતેલી બહેન છે. તે તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે પોતાના દમ પર સૌથી ધનિક અમેરિકન યુવાઓની લિસ્ટમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પછાડવાની નજીક પહોંચી ગઇ હતી. તે રિયાલિટી ટીવી સ્ટાર છે. તે સિવાય કાઇલી કોસ્મેટિક્સના બિઝનેસમાં પણ જોડાયેલી છે.
3/4
સોશિયલ સાઇટ ઇંસ્ટાગ્રામ પર નજર રાખનારી સંસ્થા HOPPERHQ.COMએ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટીઝની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં અનુસાર કાઇલી જેનર કમાણી મામલે ટોપ પર છે. કાઇલી જેનર એક ઇંસ્ટાગ્રામ પોસ્ટ માટે 10 લાખ ડોલર (આશરે 6.80 કરોડ રૂપિયા) લે છે.
4/4
ન્યૂયોર્કઃ સામાન્ય લોકોને સોશિયલ સાઇટ પર પોસ્ટ કરવાને લઇને કાંઇ મળતું નથી જ્યારે બોલિવૂડ અને ક્રિકેટરો ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને કરોડોની કમાણી કરતા હોય છે. આ કારણ છે કે કંપનીઓ પોતાના બ્રાન્ડની જાહેરાત માટે એક્ટરો, મોડલો અને ખેલાડીઓના સોશિયલ સાઇટ્સનો ઉપયોગ કરતી હોય છે. બદલામાં સેલિબ્રિટીઝને મોટી રકમ ચૂકવતી હોય છે.