શોધખોળ કરો

લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે, ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર જાહેર

ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪ ૨૫ માટે ખેડૂતો પાસેથી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની લઘુતમ ટેકાના ભાવે લાભપાંચમથી ખરીદી કરાશે.

Kharif season procurement: રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪ ૨૫ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે.વધુમાં બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ રૂ.૩૦૦નું બોનસ આપવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ એટલે કે તા. ૬ નવેમ્બર ૨૦૨૪ થી તા.૧૫ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮ અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂતમિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા ખેડૂતોને જણાવવામાં આવે છે. દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ.

નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

ટોપ સ્ટોરી

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM Kisan 24th Installment: દિવાળી પહેલા ખેડૂતોના ખાતમાં આવશે 2000 રુપિયા? જાણો 24માં હપ્તાનું અપડેટ
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM કિસાન યોજનાના 24મા હપ્તા પહેલા કરી લો આ ચાર કામ, નહીં તો અટકી જશે 2000 રૂપિયા
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ
PM Kisan: આ ખેડૂતોના ખાતામાં નહીં આવે 2000 રૂપિયા ? કરો આ કામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
રાજકોટમાં ત્રણ ડેરીમાંથી પનીર ખરીદતાં પહેલા સાવધાન, પનીર સહિતના નમૂના ફેઇલ
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
BCCI એ 4 ખેલાડીઓને કર્યા 'ઇગ્નોર', હવે તો કરિયર ખતમ સમજો
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Embed widget