(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Solar Light Trap Yojana : પાકને જંતુઓથી બચાવવા આ યોજનામાં ગુજરાત સરકાર આપે છે આટલી સહાય, જાણો ક્યાં કરશો અરજી
Solar Light Trap Yojana : પાક સંરક્ષણ કરવા માટે સૂર્ય પ્રકાશથી ચાલતું જંતુઓ પકડવા માટેની ટ્રેપ લોકપ્રિય બનેલી છે. જેને સોલાર લાઈટ ટ્રેપ કહેવામાં આવે છે.
Gujarat Solar Light Trap Yojana: ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કીમ ચલાવવામાં આવે છે. જેમાંથી એક સૂર્ય ઊર્જા ટ્રેપ યોજના છે. જે ખેડૂતોના પાકને જંતુઓથી થતાં નુકસાન સામે રક્ષણ આપે છે, રાસાયણિક જંતુનાશકો પર ઓછી નિર્ભરતા અને સરળ તથા ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં મદદ કરે છે. ખેતીના પાકો જેવા કે કપાસ, દિવેલા, એરંડા તથા વિવિધ બાગાયતી પાકોમાં જંતુઓથી રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાક સંરક્ષણ કરવા માટે સૂર્ય પ્રકાશથી ચાલતું જંતુઓ પકડવા માટેની ટ્રેપ લોકપ્રિય બનેલી છે. જેને સોલાર લાઈટ ટ્રેપ કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને Gujarat Solar Light Trap Yojana નો લાભ આપવામાં આવે છે.
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખેડૂતોને ખેતીમાં પાક સંરક્ષણ માટેની છે. ખેડૂત યોજના દ્વારા ખેડૂતોને સબ્સિડી આપવામાં આવે છે.
સોલાર લાઇટ ટ્રેપ યોજનાની પાત્રતા
ખેડૂતો માટે નવી યોજના રાજ્ય સરકાર બહાર પાડે છે. જેમાં સોલાર લાઇટ ટ્રેપ યોજનામાં ખેડૂતોને સાધનની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જેનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ખેડૂત ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
- સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
- ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનની 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- જંગલ વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
કેટલી સહાય મળશે
ખેડૂત લાભાર્થીએ સોલાર યોજના 2022 યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા મંજુર કરવામાં આવે છે. જેમાં અગાઉથી સહાયનું ધોરણ નક્કી થયેલું છે. SC/ST ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ.4500/ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે લાભ મળશે. સામાન્ય ખેડીતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે.
સહાયનો લાભ લેવા કોનો સંપર્ક કરો
આ સહાયનો લાભ લેવા માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.
સૂર્ય ઉર્જા ટ્રેપ યોજના એટલે ખેડૂતના પાકને જંતુઓથી થતા નુકસાન સામે રક્ષણ, રાસાયણિક જંતુનાશકો પર ઓછી નિર્ભરતા અને સરળ તથા ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન. વધુ માહિતી માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતીવાડી અધિકારી શ્રીની સંપર્ક કરવો. pic.twitter.com/vwGFxo9y7m
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) March 31, 2022
આ પણ વાંચોઃ
i-Khedut: આ પોર્ટલ પરથી ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે મળે છે હવામાન સહિતની તમામ માહિતી, જાણો વિગત