PM Kisan Samman Nidhi: ખેડૂતોના ખાતામાં પહોંચ્યા બે હજાર રૂપિયા, pmkisan.gov.in પર આ રીતે ચેક કરો તમારું નામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 કરોડથી વધુ ખેડૂતોને ભેટ આપી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 કરોડથી વધુ ખેડૂતોને ભેટ આપી છે. PM કિસાન યોજનાનો 14મો હપ્તો આજે એટલે કે 27મી જૂલાઈના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ રકમ DBT દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી હતી. 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કુલ 16 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના સીકરમાં એક સરકારી કાર્યક્રમમાં ખેડૂતો માટે આ લાભકારી યોજના હેઠળ આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દેશના 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા સીધા પહોંચી ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે જો આજનો કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ઉમેરીએ તો અત્યાર સુધીમાં 2.60 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.
લાભાર્થીની યાદીમાંથી અનેક લોકોના નામ હટાવાયા
પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો મોકલવવામાં આવ્યો છે. જો કે તે પહેલા જમીનના રેકોર્ડની ચકાસણીની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. આ દરમિયાન આ યોજનાના લાભાર્થીઓની યાદીમાંથી મોટી સંખ્યામાં લોકોના નામ હટાવી દેવામા આવ્યા છે. ઇ-કેવાયસી અપડેટ ન થવાને કારણે ઘણા ખેડૂતોને લાભાર્થીની યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પર અપડેટ કરાયેલ લાભાર્થીની યાદી પણ ઉપલબ્ધ છે.
લાભાર્થીની યાદીમાં નામ તપાસો
-સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાવ
-અહીં Farmers Corner ના સેક્શન જાવ અને Beneficiary List પર ક્લિક કરો
-ખેડૂતને તેમનું રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામનું નામ દાખલ કરે
- હવે Get Report પર ક્લિક કરો
-આ પછી તમે દેખાતી યાદીમાં તમારું નામ જોઈ શકો છો.
14મા હપ્તાને લગતી કોઈપણ સમસ્યા માટે અહીં કૉલ કરો
પીએમ કિસાન યોજનાને લગતી કોઈપણ સમસ્યાના કિસ્સામાં ખેડૂતો સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો.
6 હજાર રૂપિયાની વાર્ષિક આર્થિક સહાય
પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે કુલ 6000 રૂપિયા આપવામાં આવે છે. 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ મોકલવામાં આવ્યો હતો. આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. પીએમ-કિસાનની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે.