અમદાવાદઃ આગામી આઠ ઓગસ્ટે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે અહમદ પટલનું નામ નક્કી થઈ ગયું છે. આજે અહમદ પટેલ અમદાવાદ આવવાના છે. આ પછી તેમના નામની સત્તાવાર જાહેરાત થશે. આ જાહેરાત આજે થાય તેવી શક્યતા છે. જાહેરાત થયા પછી અહમદ પટેલ 25મીએ ઉમેદવારી પત્ર ભરશે.
2/3
ગુજરાતના રાજ્યસભાના ત્રણ ઉમેદવારની ટર્મ પૂર્ણ થઇ છે, જેમાં ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને દિલીપ પંડ્યા, જયારે કોંગ્રેસના અહેમદ પટેલનો સમાવેશ થાય છે. ગત શનિવારે દિલ્લીમાં રાહુલ ગાંધી સાથે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, અહમદ પટેલ સહિત પાંચ સહપ્રભારીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યસભાના ઉમેદવાર તરીકે અહેમદ પટેલનું નામ નક્કા કરાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
3/3
કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી જીતવા ઓછામાં ઓછા ૪૬ મતોની જરૂર છે. ત્યારે કોંગ્રેસ પાસે અત્યારે ગુજરાતમાં 56 મતો છે. આથી અહમદ પટેલની જીત પાકી છે. આજે સાંજે અહમદ પટેલ અમદાવાદ આવી જશે. આ પછી તેઓ કોંગ્રેસ કોર કમિટી અને ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપશે.