જેથી હું ખૂબ ગભરાઈ ગઈ હતી અને મારા પતિને ફોન કરીને જાણ કરી હતી. આ સમયે મારા સાસુ પણ આવી જતાં તેમને પણ આ અંગે જાણ કરી હતી.
2/6
ત્યાર બાદ હું ગભરાઈને લોબીમાંથી દોડીને અમારા ઘરમાં પ્રવેશવા જઈ રહી હતી. ત્યારે જેક્કી પઢીયારે મને પાછળ પકડી લીધી હતી અને છાતીના ભાગે હાથ મૂકીને અશ્શિલ હરકત કરી રહ્યો હતો.
3/6
જેક્કી પઢીયાર નામના શખ્સે યુવતીને પાછળથી છાતીના ભાગે અશ્લિલ હરકત કર્યા બાદ તે યુવક નાસી છૂટ્યો હતો. આ અંગે યુવતીએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસે વધુ તપાસ હાથધરી છે.
4/6
અમદાવાદ: અમદાવાદમાં દિવસેને દિવસે મહિલાઓની સુરક્ષા જોખમાતી જાય છે. હાલમાં આવી જ એક ઘટના પ્રકાશમા આવી છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી હલીમની ખડકીમાં એક 22 વર્ષીય યુવતીની એકલતાનો લાભ લઈ એક શખ્સ ગંદી અને બિભત્સ હરકત કરીને ભાગી ગયો હતો.
5/6
જેક્કી મને પાછળથી પકડતાં જ મેં બુમાબુમ કરી હતી ત્યાર બાદ જેક્કી મને મૂકીને ભાગી ગયો હતો. પરંતુ જતાં-જતાં તેણે મારી સાથે ગંદી હરકતો કરીને કહ્યું હતું કે, તારી સાસુના ફોન પરથી મને ફોન કરજે.
6/6
હલીમની ખડકીમાં રહેતી આ યુવતીની ફરિયાદના આધારે 30 મેના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ હું મારા ઘરે એકલી જ હતી, ત્યારે અમારા મકાનના ઉપરના માળે રહેતો જેક્કી પઢીયાર અમારા ઘરની આગળની લોબીમાં આવ્યો હતો. ત્યાર બાદ આજુબાજુ નજર કરીને જોઈ રહ્યો હતો ત્યાર બાદ મારી એકલતાનો લાભ લઈ મારી સાથે અશ્લિલ હરકત કરવા લાગ્યો હતો.