અમદાવાદ: ગુજરાત સરકારે સોમવારે મોડી રાત્રે રાજ્યના 31 IPS અધિકારીઓની બદલી કરી હતી. જેમાં 9 રેન્જ આઈજીનો પણ સમાવેશ થાય છે. વડોદરા, રાજકોટના પોલીસ કમિશ્નરની પણ બદલી કરવામાં આવી છે. અમદાવાદ સેક્ટર-1 જોઈન્ટ પોલીસ કમિશ્નર કે.એલ.એન.રાવની બદલી કરી તેમના સ્થાને અમિત વિશ્વકર્મા જ્યારે ટ્રાફિક વિભાગના જેસીપી નિરજા ગોત્રુના સ્થાને જે.આર.મોથલીયાની બદલી કરવામાં આવી છે.