વાઈબ્રન્ટ સમિટ-2019માં 135 દેશોના 42,000 પ્રતિનિધિઓ અને 3040 વિદેશી ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. વાઈબ્રન્ટના પગલે ગાંધીનગરમાં દીવાળી જેવા માહોલ હતો. આખા ગાંધીનગરને રોશનીથી શણઘારવામાં આવ્યું હતું.
2/3
મહાત્મા મંદિરમાં સમિટના સમાપન બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિન પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ-શોમાં રૂ.15,000 કરોડના મુડીરોકાણના એમઓયુ થયા છે તેવું જણાવ્યું હતું. આ ટ્રેડ-શોમાં 45 દેશોના 1200 સ્ટોલ હતા. પહેલી વખત ટ્રેડ-શોના એક્ઝિબિશનમાં ટેક્નોલોજી, ઉત્પાદનો અને સર્વિસ સેક્ટરનું માત્ર પ્રદર્શન જ નહીં પરંતુ વેપારી-વેપારી અને વેપારી-ગ્રાહક વચ્ચેના સોદાઓને પણ અવકાશ મળ્યો હતો.
3/3
વાઈબ્રન્ટ સમિટ-2019 શાંતિથી સફળતા પૂર્વક પૂર્ણ થઈ છે. આ વખતની સમિટમાં કુલ 28,260 એમઓયુ થયા છે. જેનાથી 21 લાખ રોજગારીની તકોનું સર્જન થશે તેવી આશા છે. આ વખતની સમિટમાં પણ સૌથી વધુ 21,889 એમઓયુ ગુજરાતના અર્થતંત્ર માટે બેકબોન સુક્ષ્મ, લધુ અને મધ્યમ કદના ઉદ્યોગો એટલે કે એમએસએમઈ સેક્ટરમાં થયા છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.