ઉલ્લેખનિય છે કે 1 ડિસેમ્બરે રાજ્યની ફડણવીસ સરકાર મરાઠા સમુદાયને અનામત આપવાની જાહેરાત કરી શકે છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે આના સંકેત આપ્યા છે. સીએમે કહ્યું છે કે, 1 ડિસેમ્બરે જશ્નની તૈયારી કરો. પછાત વર્ગ આયોગના રિપોર્ટ બાદ ફડણવીસ સરકારે આવા સંકેત આપ્યા છે.
2/4
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, SCના ચુકાદા મુજબ 50%થી વધુ અનામત ન આપી શકાય. સરકાર લોલીપોપ આપવાના બદલે નિયમોમાં ફેરફાર કરવો જોઈએ. તેમજ નિયમોમાં જરૂરી ફેરફાર કરીને બધાંને ન્યાય અપાવો જોઈએ.
3/4
અમદાવાદ: ગુજરાતમાં અનામત આંદોલનનો પડધો હજુ શાંત થયો નથી. ત્યારે મહારાષ્ટ્ર સરકાર ટૂકમાં જ મરાઠા સમુદાયને અનામત આપવાની જાહેરાત કરી શકે છે. એવું માનવામા આવી રહ્યું છે કે, 1 ડિસેમ્બરે મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર આ અંગે જાહેરાત કરી શકે છે. તેવામાં આજે અનામત મામલે શંકરસિંહ વાઘેલાએ પણ મહત્વનું નિવેદન આપ્યું હતું.
4/4
શંકરસિંહ વાઘેલાએ BJP સામે મોરચો માંડતા જણાવ્યું હતું કે, લોકસભામાં BJPને હરાવવા પ્રયાસ કરીશ. 2019ની લોકસભા ચૂંટણીમાં બેકફૂટ પર જોવા મળી રહી છે. અડવાણીએ ગાંધીનગરથી ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે તેવું પણ શંકરસિંહે જણાવ્યું છે.