હડતાળની મુખ્ય અસર શહેરના કાલુપુર રેલવે સ્ટેશન,ગીતામંદિર બસસ્ટેશન અને એરપોર્ટ પર જોવા મળશે. રિક્ષાચાલકોની માંગણી છે કે શહેરમાં માત્ર 2100 પાર્કિંગ સ્ટેન્ડ છે જેથી તેને વધારવામાં આવે. રિક્ષાચાલકોની હડતાલને પગલે અપડાઉન કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
2/2
અમદાવાદઃ આજે શહેરમાં રીક્ષા ચાલકો એક દિવસની હડતાલ પર રહેશે. શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રાફિક નિયમનની ઝુંબેશના વિરોધમાં અમદાવાદ શહેરમાં રિક્ષા એસોસિએશન દ્વારા એક દિવસની હડતાલ જાહેર કરવામાં આવી છે. રિક્ષાચાલકો એક દિવસની હડતાલ પાડી પોતાનો વિરોધ દર્શાવશે. અમદાવાદ શહેરમાં હાલ 1 લાખ 40 હજાર ઓટોરિક્ષા દોડી રહી છે. દરરોજ અંદાજે બે લાખ શહેરજનો રિક્ષામાં મુસાફરી કરે છે. શહેરના 17 રિક્ષા એસોસિએશન દ્વારા આ હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે.