શોધખોળ કરો
અમદાવાદઃ ભાજપના EX MLAના પુત્ર સામે બળાત્કારની ફરિયાદમાં નવો વળાંક, જાણો શું થયું?
1/5

યુવતીએ થોડા દિવસો અગાઉ એક સામાજિક કાર્યકર દ્વારા મહિલા પોલીસ સ્ટેશનમાં ઉના ન ભાજપના પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડના પુત્ર વિજય રાઠોડ વિરુદ્ધ બળાત્કાર સહીત ગંભીર આરોપો મુક્યા હતા. જે કેસમાં શુક્રવારે એક નવો વળાંક આવ્યો છે. ફરિયાદી યુવતીની વિજય રાઠોડના પરિવારે માફી માંગી લેતા યુવતીએ ફરિયાદ પછી લેવાનો નિર્ણય લીધો છે.
2/5

નોંધનીય છે કે, ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના પરિણીત પુત્ર વિજય રાઠોડ સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મુળ ઉનાની અને હાલ અમદાવામાં રહેતી યુવતીનો આક્ષેપ કર્યો હતો કે, વિજયે લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઉના પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતીએ ન્યાય મેળવવા અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ 50થી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં 14 વખત જબરદસ્તીથી દુષ્કર્મ કર્યું હતું. ઘણીવાર તે બળબજરીથી દારૂ પીવડાવી શરીર સંબંધ બાંધતો હતો. આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે, તું મારી નહીં તો કોઇની પણ નહીં. જો તું નહીં માને તો આખી દુનિયા સળગાવી દઇશ.
Published at : 24 Sep 2016 10:14 AM (IST)
View More




















