પતિને પ્રેમિકા સાથે રંગરેલિયા માણતાં રંગેહાથ પકડી પાડ્યા પછી રીમાએ પોલીસ બોલાવી હતી. પોલીસ આવતાં થોડીવાર માટે તો હોટેલમાં અફરા-તફરી મચી ગઈ હતી. પોલીસે રીમાની ફરિયાદને આધારે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/6
રિસેપ્શન પર રૂમનો નંબર ન આપતાં રીમાએ પોલીસ બોલવવાનું કહેતા રિસેપ્શન પરના કર્મીએ પતિના રૂમનો નંબર આપ્યો હતો. આ નંબરના રૂમ પર રીમા પહોંચી હતી અને પછી ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલતાં અંદરના દ્રશ્યો જોઇ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. રીમાએ જોયું કે, પતિ પ્રેમિકા સાથે રંગરેલીયા માણી રહ્યો છે.
3/6
ગત સોમવારે પતિ પ્રેમિકાને મળવા ઘરેથી નીકળતાં રીમા પણ તેની પાછળ પાછળ ગઈ હતી. પરેશ પોતાની પ્રેમિકાને લઈને ચાંદખેડાની એક હોટલમાં ગયો હતો. થોડીવાર પછી રીમા પણ આ હોટલમાં પહોંચી હતી અને પતિ જે રૂમમાં ગયો તે રૂમનો નંબર માંગ્યો હતો. જોકે, હોટેલ રિસેપ્શન પર માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો.
4/6
આ અંગેની વિગતો એવી છે કે, ન્યુ સીજી રોડ પર પરેશ પત્ની રીમા (બંનેના નામ બદલ્યા છે) સાથે રહે છે. બંનેનું દાંપત્ય જીવન સુખરૂપ ચાલતું હતું. જોકે, છેલ્લા બે મહિનાથી પતિના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો હતો અને બંને વચ્ચે વારંવાર તકરાર થવા લાગી હતી. જેથી પત્નીને પતિના બદલાયેલા વર્તનથી શંકા ઉપજવા લાગી હતી.
5/6
અમદાવાદઃ શહેરના ચાંદખેડામાં આવેલી હોટલમાં પ્રેમિકા સાથે એકાંત માણી રહેલા પતિને પત્નીએ પકડી પાડતાં હોટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. પતિનો પીછો કરી હોટલમાં પહોંચેલી પત્નીએ રૂમનો દરવાજો ખોલતાં પતિ પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. પત્નીને સામે જોતાં જ પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
6/6
એક દિવસ રીમાના હાથમાં પરેશનો મોબાઇલ આવી ગયો. મોબાઇલ ચેક કરતાં એક અજાણ્યો નંબર જોવા મળ્યો હતો. જે નંબર પર વારંવાર અને લાંબી વાતો થતી હતી. આથી પત્નીની શંકા પ્રબળ બની હતી અને તેણે પતિ પર વોચ રાખવાની શરૂ કરી દીધી હતી.