(Source: ECI/ABP News/ABP Majha)
આ અઠવાડિયે ભગવાન રામ-સીતામાતાનાં લગ્નની તિથી, જાણો શું કહે છે એ દિવસને ? આ શુભ દિવસે શું કરી શકાય ?
રામાયણમાં સુંદરકાંડને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તેમાં સીતા સ્વયંવર અને રામ-સીતાના વિવાહનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. શું આપ જાણો છો કે, રામ-સીતાના લગ્નની શું તિથી છે?
વિવાહ પંચમી:રામાયણમાં સુંદરકાંડને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. તેમાં સીતા સ્વયંવર અને રામ-સીતાના વિવાહનો પ્રસંગ ખૂબ જ રસપ્રદ છે. શું આપ જાણો છો કે, રામ-સીતાના લગ્નની શું તિથી છે?
માગશર મહિનાના સુદ પક્ષની શરૂઆત થઇ ચૂકી છે માગસર માસની પાંચમને લગ્ન પંચમી કહેવાય છે. માગશર મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ શ્રીરામ-સીતાના લગ્ન થયા હોવાથી આ દિવસને વિવાહ પંચમી તરીકે ઊજવવામાં આવે છે.પાંચમાના બીજા દિવસે એટલે કે છઠ્ઠના દિવસે વ્રત રાખવાનો મહિમા છે. આ તિથિને ચંપા ષષ્ઠી પણ કહેવામાં આવે છે.
આ દિવસને હિન્દુ પંચાગમાં ખાસ મહત્વનું ગણવામાં આવે છે. આજના દિવસે કોઇ પણ શુભ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ મનાયા છે. કોઇ પણ નવા કામની શરૂઆત અથવા તો કોઇ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે પણ પાંચ અને છઠ્ઠને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બંને દિવસે વાહન ખરીદી માટે પણ શુભ મનાય છે. હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે 9 ડિસેમ્બરે વિવાહ પંચમી છે. તો 8 ડિસેમ્બરથી શુક્રનું મકર રાશિમાં પરિભ્રમણ થાય છે. તો દસ ડિસેમ્બરે બુધનું ધન રાશિમાં પરિભ્રમણ થાય છે. જેની અન્ય રાશિ પર પણ શુભાશુભ અસર પડશે. 12 ડિસેમ્બરે સવાર્થ સિદ્ધ અને રવિ યોગ છે. જે પણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ યોગ મનાવાવમાં આવે છે.
આ પણ વાંચો
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી
40થી વધુ ઉંમરના પુરુષોમાં જો આ 5 લક્ષણો જોવા મળે તો તરત જ તપાસ કરાવવી જોઈએ