શોધખોળ કરો
2024માં કાર માર્કેટમાં એન્ટ્રી કરશે Apple! એડવાન્સ બેટરી ટેકનોલોજીથી હશે લેસ
એપલ તરફથી હજુ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પહેલા કંપની કારની ડિઝાઇન પર કામ કરતી હતી. પરંતુ હવે કારનું સોફ્ટવેર તૈયાર કરવામાં વધારે સમય આપી રહી છે.

દિગ્ગજ ટેક કંપની Apple આગામી વર્ષોમાં કારની દુનિયામાં ઝંપલાવશે. વર્ષ 2024 સુધીમાં કંપની કારનું પ્રોડક્શન શરૂ કરી શકે છે. એડવાન્સ બેટરી ટેકનોલોજીથી લેસ આ એક પેસેન્જર કાર હશે. એહવાલ મુજબ એપલ 2024થી ઓટો સેક્ટરમાં પ્રવેશવા પર કામ કરી રહી છે. પહેલા કંપની કારની ડિઝાઇન પર કામ કરતી હતી. પરંતુ હવે કારનું સોફ્ટવેર તૈયાર કરવામાં વધારે સમય આપી રહી છે. સત્તાવાર જાહેરાત બાકી એક રિપોર્ટ મુજબ, એપલ તરફથી હજુ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બે વર્ષ પહેલા કંપનીના પૂર્વ વરિષ્ઠ એમ્પલોઇ ડોગ ફિલ્ડની કંપનીમાં વાપસી થઈ હતી અને આ ખાસ પ્રોજેક્ટ માટે આશરે 200 લોકોની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. શું છે કંપનીનો લક્ષ્ય છેલ્લા થોડા સમયથી એપલ આ પ્રોજેક્ટ પર ઘણી ઝડપથી કામ કરી રહી છે. હવે કંપનીનો ટાર્ગેટ કસ્ટમર્સ માટે ઉપયોગી વ્હીકલ બનાવવાનો છે. એપલે હજુ તેની યોજના જાહેર કરી નથી. એપલનો પ્લાન મૂળ રીતે બેટરીનો ખર્ચ ઘટાડી ડે અને કારની રેન્જમાં વધારે કરે તેવી નવી બેટરી ડિઝાઇનનો છે. કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ વાંચો





















