Auto Expo 2022 Postponed: કોરોનાના કારણે સ્થગિત કરાયો ઓટો એક્સપો, જાણો વિગત
આ વખતે ઓટો મોબાઈલ પ્રેમીઓને નિરાશ થવું પડશે, ગ્રેટર નોઇડામાં એક્સપો માર્ટમાં દર બે વર્ષે યોજાતા ઓટો એક્સપોને સ્થગિત કરી દેવાયો છે.
Auto Expo 2022 Postponed: કોરોના વૈશ્વિક મહામારીની અસર ચારે બાજુ જોવા મળી રહી છે. જેના કારણે આ વખતે આગામી વર્ષે ઓટો એક્સપોનું આયોજન નહીં થાય. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં આયોજકોએ આ વર્ષે ઓટો એક્સપો નહીં યોજવાનો નિર્ણય લીધો છે.
સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થઈ શકે
આ વખતે ઓટો મોબાઈલ પ્રેમીઓને નિરાશ થવું પડશે, ગ્રેટર નોઇડામાં એક્સપો માર્ટમાં દર બે વર્ષે યોજાતા ઓટો એક્સપોને સ્થગિત કરી દેવાયો છે. ઓટો એક્સપોમાં દેશ-વિદેશના અનેક લોકો એકત્ર થાય છે, જેના પરિણામે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાવાની બીકે સ્થગિત કરી દેવાયો છે.
વર્તમાન હાલતને લઈ લેવાયો નિર્ણય
સોસાયટી ઓફ ઈન્ડિય ઓટો મોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના ડાયરેક્ટર રાજેશ મેનને (SIAM, Director Rajesh Menon) જણાવ્યું કે, ભારતીય ઓટો એક્સપો 2022 ટાળવામાં આવ્યો છે. આગામી વર્ષે 2 થી 9 ફેબ્રુઆરી વચ્ચે ગ્રેટર નોયડામાં યોજાતા ઓટો એક્સપોને કોવિડ-19 મહામારીના કારણે અને વર્તમાન સ્થિતિને જોતાં આ નિર્ણય લેવાયો છે.
નવી તારીખ પર થઈ કે છે વિચારણા
સિયામ મુજબ આ પ્રકારના આયોજનોમાં લોકો ખૂબ નજીકથી વસ્તું નીહાળે છે, જેથી કોરોના સંક્રમણનો ખતરો વધી જાય છે. આ મહામારીને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે ઓટો ઓક્સપોનું આયોજન સ્થગિત કરી દેવાયા છે. સિયામનું માનવું છે કે જો મહામારીની ત્રીજી લહેરનો વધારે પ્રભાવ નહીં જોવા મળે તો નવી તારીખ પર વિચારણા કરવામાં આવી શકે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આજે 30549 નવા કેસ નોંધાયા હતા અને 38,887 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 422 લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં 8760નો ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 47 કરોડ 85 લાખ 44 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 61 લાખ 9 હજાર 587 લોકોનું રસીકરણ કરાયું હતું.
- કુલ કેસઃ 3,17,26,507
- એક્ટિવ કેસઃ 4,04,958
- કુલ રિકવરીઃ 3,08,96,354
- કુલ મોતઃ 4,25,195