બૂલેટ ટ્રેનથી પણ ફાસ્ટ દોડશે Aston Martin ની આ કાર, ભારતમાં થઇ લૉન્ચ, કિંમત જાણીને હોશ ઉડી જશે...
Aston Martin Vanquish Price: એસ્ટન માર્ટિન વેનક્વિશ 5.2-લિટર ટ્વીન-ટર્બો V12 એન્જિન દ્વારા સંચાલિત છે. ખાસ વાત એ છે કે આ કારનું એન્જિન હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલું નથી

Aston Martin Vanquish Price: એસ્ટન માર્ટિન વેનક્વિશનું ત્રીજી પેઢીનું મૉડલ બજારમાં લૉન્ચ કરવામાં આવ્યું છે. આ કારની કિંમત રૉલ્સ-રૉયસ ઘૉસ્ટ જેટલી છે. બાહ્ય ભાગની સાથે નવી એસ્ટન માર્ટિન જીટીના આંતરિક ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ કાર લૉન્ચ થતાંની સાથે જ તે આ બ્રાન્ડની સૌથી ઝડપી કાર બની ગઈ. આ એસ્ટન માર્ટિન કારની ગતિ બૂલેટ ટ્રેનની ગતિને ટક્કર આપે છે.
Aston Martin નો દમદાર પાવર
એસ્ટન માર્ટિન વેનક્વિશ 5.2-લિટર ટ્વીન-ટર્બો V12 એન્જિન દ્વારા સંચાલિત છે. ખાસ વાત એ છે કે આ કારનું એન્જિન હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલું નથી. આ કારનું એન્જિન 835 hp પાવર અને 1,000 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. વાહનને 8-સ્પીડ ટ્રાન્સમિશન દ્વારા પાછળના ટાયરમાં પાવર મળે છે. એસ્ટન માર્ટિન વેનક્વિશ માત્ર ૩.૩ સેકન્ડમાં ૦ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કારની ટોપ સ્પીડ 345 કિમી પ્રતિ કલાક છે, જે બૂલેટ ટ્રેનની ઓપરેશનલ સ્પીડ કરતા વધુ છે.
ભારતમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે બૂલેટ ટ્રેન પ્રૉજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રૉજેક્ટ 2028 સુધીમાં પૂર્ણ થઈ શકે છે. જ્યારે ભારતમાં બૂલેટ ટ્રેન દોડશે ત્યારે તેની ગતિ 320 કિમી પ્રતિ કલાક હશે. એસ્ટન માર્ટિન વેનક્વિશની ટોપ સ્પીડ ૩૪૫ કિમી પ્રતિ કલાક છે.
નવી Aston Martin ના ફિચર્સ
એસ્ટન માર્ટિન વેનક્વિશમાં ફક્ત બે જ લોકો એકસાથે મુસાફરી કરી શકે છે. આ કારની 2-સીટર આંતરિક હરોળ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ કાર 10.25-ઇંચ ટચસ્ક્રીનથી સજ્જ છે, જેમાં વાયરલેસ એપલ કારપ્લે અને વાયર્ડ એન્ડ્રોઇડ ઓટોની સુવિધાઓ સામેલ છે. આ કારમાં ડ્રાઇવર ડિસ્પ્લે માટે નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. એસ્ટન માર્ટિનની આ સુપર લક્ઝરી કારમાં પહેલીવાર ફિક્સ્ડ ગ્લાસ રૂફનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
શું છે Aston Martin ની નવી કારની કિંમત ?
એસ્ટન માર્ટિન વેનક્વિશની એક્સ-શોરૂમ કિંમત 8.85 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. આ કારની કિંમત લગભગ રોલ્સ-રોયસ ઘોસ્ટ જેટલી છે. રોલ્સ-રોયસ ઘોસ્ટ સિરીઝ II ભારતમાં આ વર્ષે ફેબ્રુઆરી 2025 માં લૉન્ચ કરવામાં આવી હતી. આ લક્ઝરી કારની એક્સ-શોરૂમ કિંમત 8.95 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
