(Source: ECI/ABP News/ABP Majha)
Flying Car: દુનિયાની પહેલી ઉડનારી ઇલેક્ટ્રિક કારને મળી મંજૂરી, કઇ કંપની બનાવે છે ને ક્યારે આવશે માર્કેટમાં ? જાણો
અલેફ ફ્લાઇંગ કારને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન તરફથી સ્પેશ્યલ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, જે આ તે પોતાની રીતની પ્રથમ ગાડી બની ગઇ છે,
Alef Model A Flying Car: કેલિફૉર્નિયા બેઝ્ડ સસ્ટેનેબલ ઇલેક્ટ્રિક ટ્રાન્સપૉર્ટેશન બેઝ્ડ કંપની અલેફ એરનૉટિક્સની શરૂઆત 2015માંમાં કરવામાં આવી હતી, જેનો હેતુ દુનિયામાં પહેલી હવામાં ઉડનારી કાર બનાવવાનો હતો, 7 વર્ષ પછી એટલે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ પોતાના પ્રૉટોટાઈપ જાહેર કર્યો અને જાહેરાત કરી કે 2025 સુધીમાં આ કાર માર્કેટમાં લૉન્ચ થઈ શકે છે. જેને હવે અમેરિકન સરકારે મંજૂરી આપી દીધી છે.
અલેફ ફ્લાઇંગ કારને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન તરફથી સ્પેશ્યલ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, જે આ તે પોતાની રીતની પ્રથમ ગાડી બની ગઇ છે, જેને અમેરિકન સરકાર તરફથી ઉડાન ભરવાની પરવાનગી મળી છે.
જોકે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન હાલમાં પોતાની લેન્ડિંગ અને ટેક-ઓફ નીતિ પર કામ કરી રહ્યું છે. આ ઉપરાંત તેના ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. વળી, અલેફ સ્પેશ્યલ એરવર્થિનેસ સર્ટિફિકેટમાં કેટલીક લિમીટેશન પણ નક્કી કરવામાં આવી છે, તેના ઉડવાની જગ્યાઓની સાથે તેની ઉડાન ભરવા માટે છે.
અલેફ મૉડલને રસ્તાઓ પર પણ ચલાવી શકાય છે. વળી, ટ્રાફિકના કિસ્સામાં તે ટ્રાફિક પર પણ ઉડી શકે છે. આ માટે તે 200 કિમીનું અંતર કાપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે તેની ફ્લાઈંગ રેન્જ 177 કિમી સુધીની હશે. આની ડિઝાઇન વિશે વાત કરીએ તો તે ભવિષ્યના ઉડતા વાહનો જેવું હશે. આ કારમાં 8 પૉપ્લર લગાવવામાં આવ્યા છે, જે તેની બૉડીની અંદર લગાવવામાં આવ્યા છે. જોકે આ કાર હાલમાં માત્ર એક કે બે મુસાફરોને જ લઈ જઈ શકે છે. જ્યારે કંપનીનો ઉદ્દેશ્ય તેના આગામી તબક્કામાં વધુ મુસાફરો માટે તૈયારી કરવાનો છે.
કંપનીને મળી રહ્યાં છે જબરદસ્ત ઓર્ડર્સ -
આ કાર બનાવનારી કંપની અલેફે દાવો કર્યો છે કે તેને વ્યક્તિગત અને કંપનીઓ તરફથી આ કાર માટે જબરદસ્ત પ્રી-ઓર્ડર મળી રહ્યા છે. જેના માટે કંપનીએ ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે. જેમાં 150 ડૉલર નૉર્મલ બુકિંગ માટે છે, જ્યારે 1500 ડૉલર ટૉકન રકમ પ્રાયૉરિટી બુકિંગ માટે રાખવામાં આવી છે. આ ફ્લાઈંગ કાર માટે આશા છે કે કંપની તેને 2,99,999 ડૉલર (એટલે કે લગભગ 2.46 કરોડ રૂપિયા)ની કિંમત સાથે લૉન્ચ કરી શકે છે.