Flying Bike : હવે આવી ગઈ દુનિયાની પહેલી ઉડતી બાઈક, હેલિકોપ્ટની પણ કાપી શકાસે સાઈડ
આ બાઇકમાં 8 શક્તિશાળી જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 30 મિનિટમાં 96 કિમીની મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. તો આજે અમે તમને આ બાઇક વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યાં છીએ.
Worlds First Flying Bike: સામાન્ય રીતે બાઈક રસ્તાઓ પર જ દોડતી હોય છે. પરંતુ હવે તે હવામાં ઉડતી પણ જોવા મળશે. બાઈક ટૂંક સમયમાં આકાશમાં દોડતી જોવા મળશે. આકાશમાં ઉડતી બાઇકનું બુકિંગ શરૂ થઇ ગયું છે. અમેરિકન એવિએશન કંપની જેટપેકે વિશ્વની પ્રથમ ઉડતી બાઇક માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે.
આ બાઇકમાં 8 શક્તિશાળી જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 30 મિનિટમાં 96 કિમીની મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. તો આજે અમે તમને આ બાઇક વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યાં છીએ.
આવી હશે ડિઝાઇન
તેની મૂળ ડિઝાઇનમાં ચાર જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે આઠ જેટ એન્જિન તેની અંતિમ ડિઝાઇનમાં જોવા મળશે. એટલે કે ચારેય ખૂણે બે જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે. જે રાઇડરને પ્રોટેક્શન આપી શકશે. આ બાઇક 136 કિલો સુધીના બાઇક રાઇડર સાથે 250 કિલો સુધીનું વજન વહન કરી શકશે.
સ્પીડ હવે રોડ પર ચાલતી બાઈક પરતા પણ અનેક ઘણી વધારે
હવામાં ઉડતી આ મોટરસાઇકલ હવામાં 250mph (400 km/h)ની ઝડપે ઉડી શકશે. જો કે, એક ઉત્તમ બાઈક ચાલકને પણ આટલી ઝડપે ઉડાન ભરવી મુશ્કેલ લાગી શકે છે.
16,000 ફૂટની ઉંચાઈ પર ભરી શકશે ઉડાન
કંપનીના જણાવ્યા અનુસાર, એક સારો પાઈલટ હવામાં ઉડતી આ બાઇકને 16,000 ફૂટની ઉંચાઈ પર લઈ જઈ શકે છે, પરંતુ આ ઊંચાઈ પર જતાં તેનું ઈંધણ ખતમ થઈ જશે અને પાઈલટ સવારને સુરક્ષિત રીતે જમીન પર પાછા ફરવા માટે પેરાશૂટની જરૂર પડશે.
કંટ્રોલ સિસ્ટમ વીડિયો ગેમ જેવી હશે
આ બાઈક તમને સવારી કરવા માટે માત્ર એક રોમાંચક અનુભૂતિ જ નહીં, પણ તેને જોવા માટે પણ આપશે. આ બાઇકને હવામાં ઉડવા માટે ફાઈટર જેટમાં ફ્લાય-બાય-વાયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે હેન્ડગ્રિપમાં હાજર બટનો દ્વારા નિયંત્રિત થાય છે. જેમાં એક બટન ટેક ઓફ અને લેન્ડ કરવાનું છે અને બીજું બટન તેને ઊંચાઈ પર લઈ જઈને સ્પીડ આપવાનું છે.
સેન્સર અકસ્માત અટકાવશે
સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના કંટ્રોલિંગ યુનિટમાં સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેની ઉડાન દરમિયાન ફ્લાઇટની દિશા વગેરેની માહિતી રાખવાની સાથે સાથે જ્યારે તેની સામે કોઈ વૃક્ષ કે ઈમારત જેવી કોઈ વસ્તુ આવે ત્યારે તેને અથડાવાથી આપમેળે રક્ષણ કરવામાં પણ સક્ષમ છે.
જાણો કિંમત?
તેના નિર્માતા જેટપેક એવિએશને આ બાઇક માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 3.15 કરોડ રૂપિયા રાખી છે. આ બાઇક આગામી બે-ત્રણ વર્ષમાં માર્કેટમાં લોન્ચ થઈ શકે છે.