શોધખોળ કરો
Advertisement
કઈ મિડ સાઇઝ સેડાન તમારા માટે છે શ્રેષ્ઠ, જાણો City Vs Verna માંથી કોણે મારી બાજી
બંને કાર તેમની રીતે શ્રેષ્ઠ છે અને અલગ અલગ વર્ગોના ગ્રાહકોને અપીલ કરે છે.
જ્યારે પણ મિડસાઇઝ સેડાનની વાત થાય છે ત્યારે હોન્ડા સિટી અને હ્યુન્ડાઈ વરનાની તુલના કરવામાં આવે છે. આ બંને કારમાં કઈ મિડસાઇઝ સેડાન સૌથી શ્રેષ્ઠ છે તે સવાલ ચોક્કસ થાય છે. આ બંને કાર વર્ષોથી એકબીજાની હરિફ હોવાથી આ પ્રશ્ન ઉદભવે છે. એસયુવીની માંગ વધવાના કારણે હાલ સેડાન સેગમેન્ટમાં વેચાણ ઓછું થઈ રહ્યું છે પરંતુ આ બંને કારે આ સ્પેસમાં કઈંક રંગ રાખ્યો છે. આ બંને કાર એક એસયુવીથી વધારે સારો ડ્રાઇવિંગ એક્સપીરિંયસ આપે છે અને એસયુવી જેવું કમ્ફર્ટ કરાવે છે. બંને કાર પૈકી શેમાં રૂપિયા રોકવા જોઈએ તે અંગે તમે અહીંયા જાણી શકો છો.
દેખાવ
નવી હોન્ડા સિટી દેખાવમાં પહેલા કરતાં થોડી વધારે મોટી દેખાય છે અને તે સાચી વાત છે. નવી હોન્ડા સિટી વિકસિત કરવામાં આવી છે અને હાલ તે મિની સિવિક જેવી લાગે છે. જ્યારે વર્ના વધારે કોમ્પેક્ટ લાગે છે અને તેનો લુક્સ થોડા વધારે એગ્રેસિવ છે. નવી સિટી થોડી વધારે લાંબી અને પહોળી છે અને તેના સ્ટનિંગ એલઈડી હેડલેમ્પ્સ વધારે કૂલ બનાવે છે. વર્ના પાસે રિયર ટેલ લેંપ્સ છે અને તેની અગ્રેસિવ ડિઝાઇનના કારણે તેનો ફ્રન્ટ વધારે સારો લાગે છે અને રિયર બંપર ખાસ કરીને યુવાનોને આકર્ષવા આપવામાં આવ્યું છે. લુક્સના વાત કરવામાં આવે તો હોન્ડા સિટી વધારે ગ્રોન અપની સાથે ગ્રેસફૂલ લાગે છે, જ્યારે વર્ના સ્પોર્ટિયર લાગે છે અને જનરેશનના હિસાબે સારો વિકલ્પ છે.
ઈન્ટીરિયર, સ્પેસ અને ફીચર્સ
વર્ના તેના ટર્બો અવતારમાં બ્લેક કેબિન સાથે આવે છે, જ્યારે સિટીમાં સોબલ ડ્યુલ ટોનમાં બેઝ અને બ્લેક કલરના ઈન્ટીરિયર્સમાં આવે છે. બંને કારના કેબિન પ્રીમિયમ છે અને સારી ક્વોલિટી સાથે આવે છે. જોકે, સિટી પ્લસમાં હાજર નોબ અને સ્વિચ વધારે પસંદ કરવામાં આવે છે અને તેનો ડેશબોર્ડ વધારે લક્ઝરી ફિલ કરાવે છે. બંને કારના ડાયલ્સમાં તેને બનાવનારાની વિચારશ્રેણી સ્પષ્ટ જોવા મળે છે. સિટીના ડાયલ સિંપલ છે અને તેનું એક ડાયલ ડિજિટલ ટોન સાથે આવે છે, ઉપરાંત લે-આઉટ ક્રિસ્પ હોવાની સાથે સાથે સિંપલ પણ લાગે છે. જ્યારે વર્નાના ગ્રાફિક્સ ટેક્નોલોજીને પસંદ કરતા લોકોને વધારે આકર્ષશે.
ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો વર્ના આ મામલે સ્લીક અને વધારે સારા રિસ્પોન્સિવ ટચ સ્ક્રીનના કારણે હોન્ડા સિટીની આગળ નીકળતી જોવા મળે છે અને તેનો રિયર કમેરા ડિસ્પ્લે ઘણો સારો છે. ફીચર્સ મામલે બંને કાર ઘણી સંસાધન યુક્ત છે જેમકે સનરૂફ, ટચ સ્ક્રીન, રિયર એસી વેંટ્સ, રિયર કેમેરા. સિટી પાસે એલેક્સ રિમોટ અને કૂલ લેન વોચ ફીચર પણ છે. ઉપરાંત વર્નામાં કેટલાક મહત્વના ફીચર્સ જેવાકે વાયરલેસ ચાર્જિંગ અને વેંટીલાઇઝ્ડ સીટ્સ પણ છે.
સ્પેસની વાત કરવામાં આવે તો બંને કારમાં એક જેવો જ વ્હીલ બેસ છે અને સિટીમા થોડું વધારે ભારે કેબિન છે, ઉપરાંત રિયર સીટ પણ વધારે સારી છે. જો તમે ડ્રાઇવર સાથે ચાલતા હો તો તમારી પાછળની સીટમાં વધારે લેગરૂમ મળે છે અને શ્રેષ્ઠ શોલ્ડર રૂમ મળે છે. વર્નામાં પણ વધારે આરામદાયક સીટ મળે છે. બંને કારમાં મોટા બૂટ સ્પેસ મળે છે અને ઘણી સારી સ્ટોરેજ પણ મળે છે.
ડ્રાઇવિંગ
કારમાં ડ્રાઇવિંગની વાત કરીએ તો એક પારંપરિક હ્યુન્ડાઈ કારની જેમ તેમાં એન્જિનને લઈ અનેક પ્રકારની ચોઇસ મળે છે. જેમાં 1.5 લીટર પેટ્રોલની સાથે ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે અને 1.5 લીટર ડીઝલ એન્જિન પણ મળે છે. વર્ના પણ અનેક પ્રકારના ઓપ્શન આપે છે. તમે ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પસંદ કરો તો તેમાં 1.5 લીટર પેટ્રોલની સાથે સીવીટી મળે છે. ટર્બો પેટ્રોલની સાથે ડીસીટી મળે છે અને ડીઝલ ઓપ્શનનમાં ઓટો ટોર્ક કન્વર્ટર મળે છે. હોન્ડા સિટીમાં પેટ્રોલ એન્જિસમાં સીવીટી ઓપ્સન મળે છે જ્યારે ડીઝલમાં માત્ર મેન્યુઅલ ઓપ્શન છે.
પેટ્રોલની તુલનામાં વર્ના ટર્બો 120 બીએચપી અને 172 એનએમ બનાવે છે અને સિટી 121 બીએચપી તથા 145 એનએમ બનાવે છે, વર્ના પેટ્રોલ 1.5 લીટર 115 બીએચપી અને 144 એનએન સાથે આવે છે. વર્ના તમને વધારે થ્રિલનો અનુભવ કરાવશે અને જો તમે પરફોર્મંસ વધારે પસંદ કરો છો તો તમારી પસંદ હોઈ શકે છે. ટર્બો પેટ્રોલ તમારે વધારે ટોર્કની સાથે ઈંસ્ટેંટ રશ તો આપે છે, ઉપરાંત 7 સ્પીડ ડીસીટી વધારે રિસ્પોન્સિવ છે અને તેના પેડલ શિફ્ટર્સ વધારે મજેદાર બનાવે છે. પેટ્રોલ વર્ના વદારે રિફાઇન કાર ચે. સિટી સીવીટીમાં પેડલ શિફ્ટર્સ છે અને તે ઘણું સ્મૂથ છે. સિટી તમને વધારે ઉતાવળનો સમય નહીં આપે પરંતુ જેમ હંમેશા થાય છે તેમ 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે જોરદાર પુશ કરવાની મજા તમે આ કારમાં મળશે. જેના આધારે આપણે કહી શકીએ કે સિટી વધારે ગ્રોન અપ કાર છે, વહીં વર્ના વધારે ક્વિક છે અને તેનાથી વધારે કડક છે અને હેંડલિંગની સાથે સ્ટિયરિંગને હેંડલ કરવાનું થોડું વધારે અઘરું થઈ શકે છે.
ડીઝલ કારની વાત કરીએ તો વર્ના 1.5 લીટર એન્જિન થોડુ વધારે શાંત છે અને તેની સાથે ઓટોમેટિક છે. સિટી ડીઝલ કાર થોડી વધારે રિફાઇન છે પરંતુ તેની સાથે થોડો વધારે અવાજ કરે છે. માઇલેજની વાત કરીએ તો સિટી થોડી વધારે સારી છે પરંતુ વર્ના વધારે સાઉન્ડ ઈંસુલેશન આપે છે.
કિંમત
નવી હોન્ડા સિટીની કિંમત 10.9 લાખ રૂપિયા છે અને બેસ પેટ્રોલ મોડલ મેન્યુઅલ કાર માટે છે અને તેના ટોપ એન્ડ સીવીટી પેટ્રોલની કિંમત 14.4 લાખ રૂપિયા સુધી છે. ડીઝલ સિટીની કિંમત 12.3 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 14.64 લાખ રૂપિયા સુધી છે. વર્નાની રેન્જ બેસ પેટ્રોલ માટે 9.3 લાખ રૂપિયાથી શરૂ થઈને 14 લાખ રૂપિયા સુધી છે. ડીઝલ મોડલની કિંમત 10.6 લાખ રૂપિયાથી શરૂ થઈને 15.11 લાખ રૂપિયા સુધી જાય છે, જે ટોપ એન્ડ ડીઝલ ઓટો કાર માટે છે.
બંને કાર તેમની રીતે શ્રેષ્ઠ છે અને અલગ અલગ વર્ગોના ગ્રાહકોને અપીલ કરે છે. હોન્ડા સિટી થોડી વધારે મોટી લાગે છે અને તેમાં જગ્યા પણ વધારે છે, તે આરામદાયક છે અને શ્રેષ્ઠ રાઇડની મજા આપે છે. વર્નાની વાત કરીએ તો વધારે ફીચર્સ સાથે આવે છે, તેને ચલાવવામાં વધારે મજા આવે છે અને વધુ સ્પોર્ટી તથા ઝડપી કાર છે. તેની કિંમત પણ ઓછી છે અને એન્જિન તથા ગિયરબોક્સ ઓપ્શન પણ થોડા સારા અને વધારે છે.
હોન્ડા સિટી એવા ખરીદદારો માટે છે જે તેનાથી ટેવાઈ ગયા હોય અને વર્ના યંગ કસ્ટમર્સ માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. સિટી માટે કહી શકાય કે ધનાઢ્ય ખરીદદારોને ખુશ કરવા માટે સારી છે અને નવી વર્ના યંગસ્ટર્સની શાન વધારે તેવી છે. બંને સેડાન કાર માટે બજાર ફરીથી તૈયાર થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion