(Source: ECI/ABP News/ABP Majha)
Flying Car: આ દેશમાંથી ઉડી દેશની પહેલી ફ્લાઇંગ કાર, માત્ર આટલી જ મિનીટોમાં પહોંચી ગઇ એક શહેરમાંથી બીજા શહેરમાં, જાણો....
સ્લૉવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં પહેલી ફ્લાઇંગ કારે (Flying Car) ઉડાન ભરી છે. આ પ્રૉટોટાઇપ-1 ફ્લાઇંગ કારે બ્રાતિસ્લાવા અને ની્તરા શહેરની વચ્ચે ઉડાન ભરી હતી
નવી દિલ્હીઃ અત્યાર સુધી લોકો વિમાન કે પછી હેલિકૉપ્ટરમાં ઉડીને એક શહેરમાંથી બીજા શહેરની સફર કરતાં હતા, પરંતુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ હવાઇ સફર કોઇ કાર કે બીજા કોઇ વાહનના મારફતે થઇ શકે છે. જી હા, આવુ સાચે જ થયુ છે. ખરેખરમાં સ્લૉવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં પહેલી ફ્લાઇંગ કારે (Flying Car) ઉડાન ભરી છે. આ પ્રૉટોટાઇપ-1 ફ્લાઇંગ કારે બ્રાતિસ્લાવા અને ની્તરા શહેરની વચ્ચે ઉડાન ભરી હતી, અને આ સમય અંતર કાપવામાં કારને માત્ર 35 મિનીટનો જ સમય લાગ્યો હતો. ઉડાન પુરી કર્યા બાદ કાર રનવે પર ઉતરી અને પોતાની પાંખોને સમેટી લીધી, પછી કારમાં ફરવાઇ ગઇ હતી. લોકોએ આ ઘટનાને જોતા જ કેમેરામાં પણ કેદ કરી લીધી હતી.
ફક્ત આટલી સેકન્ડમાં ભરે છે ઉડાન-
આ ફ્લાઇંગ કારમાં કંપનીએ ક્લેન વિજન એરકારને 160 હોર્સપાવરના બીએમડબલ્યૂ એન્જિનનો યૂઝ કર્યો છે. આ ઉડનારી કારે 40 કલાકમામાં એર ફ્લાઇટ ટેસ્ટ સફળતાપૂર્વક પુરો કર્યો છે. રિપોર્ટ્સનુ માનીએ તો માત્ર ત્રણ મિનીટમાં જ ઉડવાના કાબેલ બનાવી લે છે. વળી, 30 સેકન્ડમાં ટેકઓફ કરી આકાશમાં ઉડાન ભરી લે છે.
આટલી છે રેન્જ-
ફ્યૂલ નાંખ્યા બાદ આ ઉડનારી કાર 8200 ફૂટની ઉંચાઇ પર એક હજાર કિલોમીટર સુધી 190 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી ઉડાન ભરવાની તાકાત રાખે છે. જ્યાં આ કાર ત્રણ મિનીટ ત્રીસ સેકન્ડમાં ઉડી જાય છે. વળી આટલા જ ટાઇમમાં પાંખોને પણ સમેટી લે છે. આ કારનો વીડિયો સોશ્યલ મીડિયા પર છવાઇ ગયો છે.