(Source: ECI/ABP News/ABP Majha)
હોન્ડાએ લૉન્ચ કરી નવી ઇલેક્ટ્રિક SUV, જાણો શું છે આમાં ખાસ.......
‘હોન્ડા એસયુવી ઇ પ્રૉટોટાઇપ’ ના નામથી આ નવી એસયુવી નવી એચઆર-વી પર આધારિત લાગે છે. ઇલેક્ટ્રિક વ્હીકલની સાથે જ હોન્ડા ભવિષ્યમાં વધુ હાઇબ્રિડ અને પ્લગ ઇન હાઇબ્રિડ મૉડલ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.
નવી દિલ્હીઃ કાર નિર્માતા કંપનીઓ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ (Electricsl Vehicles) એક નવો ટ્રેન્ડ બની ચૂક્યો છે. દરેક કોઇ આમાં હાથ અજમાવી રહ્યાં છે. હવે હોન્ડા પણ પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ (Electrical SUV) પ્લાનને બતાવા ઇચ્છી રહ્યું છે, અને તે 2050 સુધી કાર્બન ન્યૂટ્રેલિટી મેળવવા ઇચ્છે છે. હોન્ડાએ ઇલેક્ટ્રિક એસયુવીની સાથે શરૂઆત કરી છે.
‘હોન્ડા એસયુવી ઇ પ્રૉટોટાઇપ’ ના નામથી આ નવી એસયુવી નવી એચઆર-વી પર આધારિત લાગે છે. ઇલેક્ટ્રિક વ્હીકલની સાથે જ હોન્ડા ભવિષ્યમાં વધુ હાઇબ્રિડ અને પ્લગ ઇન હાઇબ્રિડ મૉડલ લૉન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. દુનિયાભરતમાં હોન્ડાએ પહેલાથી જ એક શુદ્ધ ઇલેક્ટ્રિક નાની કાર લૉન્ચ કરી છે, જે પોતાની quirky ડિઝાઇન અને પેકેજિંગ માટે ખુબ પસંદ કરવામાં આવી રહી છે. હોન્ડા ઇ બ્રાન્ડ એક હેચબેકથી શરૂ થાય છે, જ્યારે જુદાજુદા માર્કેટમાં વધુ મૉડલો મળશે.
હોન્ડાએ રજૂ કરી નવી ઇલેક્ટ્રિક SUV, જાણો શું છે આમા ખાસ......
આ કૉન્સેપ્ટ પર પાછા આવીએ તો આ એક પ્રૉડક્શન ઇવી મિડસાઇઝ એસયુવીનો સંકેત આપે છે, જે 2022માં લૉન્ચ થવાની છે. જોકે, ભારત એ બજારોમાં નથી જ્યાં આને અંતતઃ વેચવામાં આવે. અમને લાગે છે કે એક મિડીઝ ઇલેક્ટ્રિક એસયુવી, કોઇપણ પારંપરિક સંલગ્ન મૉડલની સરખામણીમાં હોન્ડાને એસયુવી સ્પેસમાં બેસ્ટ રીતે સ્થાપિત કરી શકે છે.
આકર્ષક ડિઝાઇન....
આ કૉન્સેપ્ટમાં ચમકદાર લૉગો અને ઇલઇડી હેડલેમ્પ અને એલઇડી સ્ટ્રિપ્સની સાથે એક આકર્ષક ડિઝાઇન છે. ઇલેક્ટ્રિક વ્હીકલ હોવાના કારણે એક પારંપરિક ગ્રિલની જરૂરિયાત નથી, અને સામેની બાજુએ ચાર્જિંગ પોર્ટ છે. ડિઝાઇન બહુ સારી છે, જ્યારે આમાં બે મોટા પૈડાઓ પણ છે. આ એક બહુ જ સરળ પરંતુ કેટલુક એવુ છે જે આધુનિક દેખાડે છે, અને સારી રીતે એકીકૃત છે, જેને અમે સામાન્ય રીતે હોન્ડાની સાથે જોડીએ છીએ.
રિયર પણ આકર્ષક છે, જ્યારે આમાં એક લાઇટબાર છે, જે આરપાર છે. હોન્ડાનુ કહેવુ છે કે કે કૉન્સેપ્ટની પોતાની નવીનતમ ટેકનીક છે, અને આમાં ઓટીએ અપડેટની સાથે નવીનતમ હોન્ડા કૉન્સેપ્ટ જેવી વિશેષતાઓ છે. રેન્જ અને પાવરટ્રેન પર કંઇજ નથી કહેવામાં આવ્યુ, પરંતુ અમે 400 કિમી ન્યૂનત્તમ સીમાની અપેક્ષા રાખીએ છીએ. કુલ મળીને આ ઇલેક્ટ્રિકલ વ્હીકલ માત્ર એસયુવીનો વાયદો કરે છે. જો આ આવે છે તો હોન્ડા સારુ પ્રદર્શન કરશે.