શોધખોળ કરો
Advertisement
ફેસ્ટિવ સીઝનમાં હોન્ડાએ લોન્ચ કરી દમદાર બાઈક Hornet 2.0 , જાણો શું છે કિંમત
કંપનીની સીએઓ અતસુશી ઓગાતાએ કહ્યું કે, એન્ડવાન્સ્ડ ટેક્નોલોજી અને જબરજસ્ત પરફોર્મન્સ કારણે Hornet 2.0 યુવા ગ્રાહકો વચ્ચે બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
દિલ્હી: હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાવેટ લિમિટેડે બજારમાં નવી શ્રેણીમાં પોતાની નવી બાઈક Hornet 2.0 લોન્ચ કરી દીધી છે. તેની સાથે જ કંપનીએ 180-200 ccની બાઈક શ્રેણીમાં એન્ટ્રી કરી દીધી છે.
કંપનીની સીએઓ અતસુશી ઓગાતાએ કહ્યું કે, એન્ડવાન્સ્ડ ટેક્નોલોજી અને જબરજસ્ત પરફોર્મન્સ કારણે Hornet 2.0 યુવા ગ્રાહકો વચ્ચે બેન્ચમાર્ક સ્થાપિત કરશે. હોન્ડા Hornet 2.0 માટે 6 નવી પેન્ટન્ટ નોંધાવવામાં આવી છે.
Hornet 2.0ની શું છે ખાસિયત
કંપની જણાવ્યું કે, જબરજસ્ત કંટ્રોલ માટે Hornet 2.0માં ડ્યૂલ પેટલ ડિસ્ક બ્રેક છે. તે સિવાય મોનો શોક રિયર સસ્પેશન છે એટલે કે આ બાઈકમાં માત્ર એક રિયર શોકર છે જેનાથી બેહતર રાઈડ ક્વોલિટી અને સ્ટેબિલિટી મળશે. તે સિવાય આ બાઈકમાં એન્જીન સ્ટોપ સ્વિચ પણ આપવામાં આવી છે.
આ સિવાય વિઝિબિલિટી માટે હેઝાર્ડ સ્વિચ પણ બાઈકમાં આપવામાં આવી છે. ટાયરની વાત કરીએ તો ફ્રંટ ટાયર 110 mm છે, જ્યારે રિયરમાં 140 mmનું ટાયર છે. બાઈકમાં ડિસ્પ્લે મીટરમાં ગિયર પોઝીશન ઈન્ડિકેટર, સર્વિસ ડ્યૂ ઈન્ડિકેટર, બેટરી બોલ્ટ મીટર વગેરે સુવિધા છે. તે સિવાય બાઈક સીન ચેન સાથે આવે છે જેનાથી મેઈન્ટેન્સનો ખર્ચ ઓછો આવે છે.
Hornet 2.0 નવા 184 ccના BS6 એન્જીન સાથે સજ્જ છે. આ બાઈક ચાર કલરમાં ઉપલબ્ધ છે. આ બાઈકની કિંમત એક્સ શોરૂમ 1,26,345 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement