શોધખોળ કરો
Kia Sonet માટે બે મહિના જોવી પડશે રાહ, એક મહિનામાં જ બની નંબર વન, આ કાર સાથે છે મુકાબલો
કંપની મુજબ લોન્ચિંગના 12 દિવસની અંદર જ 9,266 યૂનિટ વેચાયા છે. આ કારણે કાર સબ-ફોર મીટર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. તે

નવી દિલ્હીઃ દક્ષિણ કોરિયાની કાર નિર્માતા કિઆ મોટર્સે ભારતમાં મિડ એસયુવીમાં સેલ્ટોસ અને સોનેટ કારના બળે ટોચનું સ્થાન હાંસલ કરવાની આશા છે. કંપનીએ ગત મહિને નવી સબ કોમ્પેક્ટ એસયુવી કિઆ સોનેટ લોન્ચ કરી હતી. લોન્ચ થવાની સાથે જ કારે ધમાલ મચાવી દીધી છે. આ કારને કસ્ટમર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. કંપની મુજબ લોન્ચિંગના 12 દિવસની અંદર જ 9,266 યૂનિટ વેચાયા છે. આ કારણે કાર સબ-ફોર મીટર કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે. તેણે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા અને હ્યુન્ડાઈ વેન્યૂને પાછળ રાખી દીધી છે. ફીચર્સની વાત કરવામાં આવે તો કંપનીની કી સિગ્નેચર-સ્ટાઈલ ટાઈગર-નોઝ ગ્રિલ, એલઈડી હેડલાઈટ્સ સાથે એલઈડી હેડલેમ્પ્સ, એલઈડી ડેટાઈમ રનિંગ લેમ્પ, સ્પોર્ટી 16 ઈંચ અલોય વ્હીલ્સ, એલઈડી ટેલ લેમ્પ અને રૂફ રેલ્સની સાથે સ્કિડ પ્લેટ્સ આપવામાં આવી છે. કારનું કેબિન શાનદાર ફિટ અને ફિનિશ સાથે આપવામાં આવ્યું છે. તેમાં ઘણા ફીચર્સ પ્રથમ વખત આપવામાં આવ્યા છે. કામાં 10.25 ઈંચ એચડી ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે યુવો કનેક્ટિવિટી, આગળની સીટ પર વેંટિલેટેડ, 7.1 ચેનલ બોસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ સાથે 5 સ્પીકર્સ, એર પ્યોરિફાયર્સ સાથે વાયરસ પ્રોટેક્શન અને એબિએંટ લાઇટિંગ સામેલ છે. કિયા સોનેટમાં એક નવું ફીચર ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ સામેલ છે. એન્જીન અને સેફ્ટી ફીચર Kia Sonet ત્રણ એન્જીન ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવી છે. તેમાં 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જીમાં જીડીઆઈ અને મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. 1.2 લીટર સાથે ઈન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 1.5 લીટર ડીઝલ એન્જીમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. સેફ્ટીસ ફીચર્સની વાત કરીએ તો આ કારમાં અનેક શાનદાર સેફ્ટી ફીચર્સ છે. જેમાં 6 એરબેગ છે. ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટો હેડલાઈટ, બ્રેક આસિસ્ટ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા લેટેસ્ટ ફીચર્સ છે. Kia Sonet SUVની પ્રારંભિક કિમત 6.71 લાખ રૂપિયા છે. Kia Sonet SUV બે વેરિએન્ટ લાઈન Tech Line અને GT Lineમાં રજૂ કરી છે. આ કાર 10 રંગોમાં ઉપલબ્ધ છે. સોનેટને 17 વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. જેમાં બે પેટ્રોલ એન્જિન, બે ડીઝલ એન્જિન, પાંચ ટ્રાન્સમિશન્સ અને બે ટ્રિમ લેવલ-ટેક લાઇન અને જીટી-લાઇન છે. આ કાર સાથે થશે મુકાબલો કૉમ્પેક્ટ એસયુવીના સેગમેન્ટમાં કિયા સોનેટનો મુકાબલો મારુતિ બ્રેઝા, હ્યુન્ડાઈની વેન્યૂ, ટાટા નેક્સન અને મહિન્દ્રાની એક્સયૂવી 300 સાથે રહેશે. આ ત્રણ કારો કોમ્પેક્ટ એમયૂવીની રેન્જમાં છે. કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ વાંચો





















