Mercedes SUV: ભારતમાં મર્સિડિઝ-બેન્ઝ જીએલસીનું બુકિંગ થયુ શરૂ, 9 ઓગસ્ટે થશે લૉન્ચ, જાણો ખાસિયતો....
કંપની આ કારને બે વેરિઅન્ટમાં લૉન્ચ કરશે, જે GLC 300 4Matic અને GLC 220d 4Matic 2023 છે. Mercedes-Benz GLCમાં પ્રમાણભૂત સુવિધા તરીકે ઓલ-વ્હીલ 4મેટિક ઓફર કરશે.
Mercedes-Benz GLC SUV: જર્મન લક્ઝરી કાર નિર્માતા મર્સિડીઝ-બેન્ઝે ભારતમાં પોતાની નવી GLC SUV માટે બુકિંગ શરૂ કરી દીધું છે, જે 9 ઓગસ્ટે લૉન્ચ થવા જઈ રહી છે. આ નવી લક્ઝરી કાર માટે કસ્ટમર કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અથવા દેશભરમાં કંપનીની અધિકૃત ડીલરશીપની મુલાકાત લઈને 1,50,000 રૂપિયાની ટૉકન રકમ બુક કરી શકે છે.
મર્સિડિઝ-બેન્જ જીએલસી સ્ટાન્ડર્ડ ફિચર્સ -
કંપની આ કારને બે વેરિઅન્ટમાં લૉન્ચ કરશે, જે GLC 300 4Matic અને GLC 220d 4Matic 2023 છે. Mercedes-Benz GLCમાં પ્રમાણભૂત સુવિધા તરીકે ઓલ-વ્હીલ 4મેટિક ઓફર કરશે. આ ઉપરાંત તે મર્સિડીઝ-બેન્ઝની પહેલી SUV હશે જે GLCમાં AntiG7 ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ હશે.
મર્સિડિઝ-બેન્ઝ જીએલસી ડાયમેન્શન, એન્જિન, બૂટ સ્પેસ -
નવી મર્સિડીઝ-બેન્ઝ જીએલસીના ડાયમેન્શન વિશે વાત કરીએ તો, તે તેના ગયા મૉડલ કરતા થોડી મોટી હશે, જેના કારણે આની કેબિન અને બૂટ સ્પેસ પણ વધુ જોવા મળશે. આ ઉપરાંત તેને પ્રમાણભૂત તરીકે ISG સહાયક એન્જિન સાથે 9G-ટ્રૉનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. આ સાથે નવા GLC ક્રોમ સાથે AVANTGARDE લાઇન પણ જોવા મળશે અને પ્રમાણભૂત ઇક્વિપમેન્ટમાં પણ વધારો થશે.
મર્સિડીઝ-બેન્ઝ GLC ડિમાન્ડિંગ SUV
Mercedes-Benz GLC એ વૈશ્વિક બજારમાં તેમજ ભારતમાં મર્સિડીઝ-બેન્ઝની સૌથી વધુ વેચાતી SUV છે. આ જ કારણ છે કે આને લૉન્ચ પહેલા જ તેના ગ્રાહકોને આકર્ષવાનું શરૂ કરી દીધું છે. આ કંપની તરફથી અત્યાર સુધીનું શ્રેષ્ઠ GLC છે.
આની સાથે થશે ટક્કર
જોકે, મર્સિડીઝે હજુ સુધી પોતાના નવા GLCની કિંમતોનો ખુલાસો કર્યો નથી, પરંતુ તે BMW X3, Audi Q5, Volvo XC60, Lexus NX અને લેન્ડ રૉવર ડિસ્કવરી સ્પૉર્ટ સાથે સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે.
Combining the performance of an AMG sports car with unrestricted everyday practicality – that’s our Mercedes-AMG GT 4-Door Coupé!
— Mercedes-Benz (@MercedesBenz) July 19, 2023
Learn more: https://t.co/DX6cvmXi0o#MercedesBenz #MercedesAMG pic.twitter.com/2WGmt6LbU3
The updated generation of the infotainment system #MBUX brings with it a new look for the new #MercedesBenz #GLS. The displays can be individualised with the help of three different styles and three modes.
— Mercedes-Benz Press (@MB_Press) July 16, 2023
Find out more: https://t.co/XPMprzxXHE pic.twitter.com/oEBU04f3IV
The 2025 AMG GLC 63 S E PERFORMANCE SUV, arriving to the U.S. in late 2024.
— Mercedes-Benz USAㅤ (@MercedesBenzUSA) July 18, 2023
The AMG-exclusive hybrid powertrain combines a 2.0-liter turbo engine with an Electric Drive Unit on the rear axle, providing immediate torque and lasting power.#MercedesBenz #MercedesAMG #GLC pic.twitter.com/Rlp4K9FDtF