શોધખોળ કરો

New Bikes : તો ભારતમાં 'બુલેટ રાજ'નો આવશે અંત? ઉભા થયા નવા પડકાર

બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ રોયલ એનફિલ્ડની બાઇક સાથે સ્પર્ધા કરવા માટે અનુક્રમે ટ્રાયમ્ફ અને હાર્લી-ડેવિડસન સાથે નવી બાઇક લેન તૈયાર કરી રહ્યાં છે. ચાલો જોઈએ કે કયા મોડલ બજારમાં લાવવામાં આવશે.

Upcoming Bikes: દેશમાં આજે પણ રોયલ એનફિલ્ડની બાઈક ખુબ જ લોકપ્રિય છે. તેમાં પણ ખાસ કરીને બુલેટ. તેનું જબરદસ્ત વેચાણ પણ થાય છે. જ્યારે કંપની નિકાસના મામલે શાનદાર પ્રદર્શન કરી રહી છે. રોયલ એનફિલ્ડે ભારતીય ટુ વ્હીલર માર્કેટમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. Royal Enfield 350cc થી 500cc સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. કંપનીના આ વર્ચસ્વને પડકારવા અન્ય કંપનીઓ પણ પોતાની તૈયારીઓ કરી રહી છે. બજાજ ઓટો અને હીરો મોટોકોર્પ રોયલ એનફિલ્ડની બાઇક સાથે સ્પર્ધા કરવા માટે અનુક્રમે ટ્રાયમ્ફ અને હાર્લી-ડેવિડસન સાથે નવી બાઇક લેન તૈયાર કરી રહ્યાં છે. ચાલો જોઈએ કે કયા મોડલ બજારમાં લાવવામાં આવશે.

હાર્લી-ડેવિડસન X440

Harley-Davidson X440 બાઇક દેશની કંપનીની સૌથી સસ્તી મોટરસાઇકલ હશે. આ બાઇકમાં તમને 440cc, સિંગલ-સિલિન્ડર, એર/ઓઇલ-કૂલ્ડ એન્જિન મળશે. તેનું એન્જિન Royal Enfield Classic 350 કરતાં વધુ પાવરફુલ હશે. આ અપકમિંગ બાઈકના આગળના ભાગમાં એક રાઉન્ડ હેડલાઈટ આપવામાં આવી છે. જેની વચ્ચે DRL બાર દેખાય છે. આ સાથે જ રાઉન્ડ ઈન્ડિકેટર્સ, સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી તેમાં જોવા મળશે.

ટ્રાયમ્ફ સ્પીડ 400

Bajaj-Triumph's Speed ​​400 અને Scrambler 400X તાજેતરમાં લંડનમાં સત્તાવાર રીતે લોંચિંગ કરવામાં આવ્યું છે. બજાજ સાથે ટ્રાયમ્ફની ભાગીદારીથી આવનારી આ પ્રથમ બાઇક છે અને તેનું ઉત્પાદન બજાજ ઓટો દ્વારા ભારતમાં કરવામાં આવશે. સ્પીડ 400ની સ્ટાઇલની વિગતો સ્પીડ ટ્વીન 900 જેવી જ છે, જ્યારે સ્ક્રૅમ્બલર 400X તેની ડિઝાઇન સ્ક્રૅમ્બલર 900 પાસેથી લેવામાં આવ્યું છે. આ બંને બાઇકનું વેચાણ ભારતમાં 5મી જુલાઈથી શરૂ થશે. Harley-Davidson X440 રોડસ્ટર લાવશે. આ બાઇક Hero MotoCorp સાથે મળીને બનાવવામાં આવશે. જ્યારે આ બાઈક 3જી જુલાઈએ લોન્ચ થશે.

એન્જિન

Bajaj-Triumph Speed ​​400 અને Scrambler 400X બંને મોટરસાઇકલ 398cc, DOHC આર્કિટેક્ચર લિક્વિડ-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 40bhp પાવર અને 37.5Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશનની વાત કરીએ તો તેમાં 6-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

યલ એનફિલ્ડના શોખીનો માટે માઠા સમાચાર

Royal Enfield Hunter 350 ગયા વર્ષે ઓગસ્ટમાં લૉન્ચ કરવામાં આવી હતી, જેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને બાઇકનું સારું વેચાણ થયું હતું. આ બાઇક ચેન્નાઈ સ્થિત ટુ-વ્હીલર ઉત્પાદકની સૌથી સસ્તું બાઇક છે. જેના ભાવમાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. અમે આ બાઇકની નવી કિંમત વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

royal enfield hunter 350 નવી કિંમત

કંપની તેના Royal Enfield Hunter 350ને બે વેરિઅન્ટ (રેટ્રો અને મેટ્રો)માં વેચે છે. કંપનીએ આ બાઈકની કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો કર્યો છે, ત્યારબાદ તેની નવી કિંમતો હવે 1.49 લાખ રૂપિયાથી લઈને 1.75 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે. સ્થાનિક બજારમાં આ બાઇક TVS Ronin, Jawa 43, Honda CB350RS જેવી બાઇક સાથે સ્પર્ધા કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
ટ્રમ્પે લોન્ચ કર્યો 'ગોલ્ડ કાર્ડ' વિઝા પ્રોગ્રામ, અમેરિકન નાગરિકતા મેળવવા માટે આપવા પડશે 10 લાખ ડૉલર
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
IND vs SA 2nd T20I : ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી-20 મેચ, જાણો પ્લેઈંગ-11 અને લાઈવ સ્ટ્રીમિંગની ડિટેઈલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
Year Ender 2025: ટેસ્ટ ફોર્મેટમાં કેવું રહ્યું ટીમ ઈન્ડિયા માટે આ વર્ષ? વાંચો રિપોર્ટ કાર્ડ
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
Shubman Gill: ટી-20માં નિષ્ફળતા છતાં શુભમન ગિલને મળશે મોટું ઈનામ, આટલી વધશે સેલેરી
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
Embed widget