(Source: ECI/ABP News/ABP Majha)
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું રેકોર્ડ બ્રેક બુકિંગ, 24 કલાકમાં 1 લાખ બુકિંગ, જાણો કયા મહિનામાં શરૂ થશે વેચાણ
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયા પહેલા જ ચર્ચામાં છે. ઓલાના સીઇઓ ભાવિશ અગ્રવાલે કહ્યું કે, ઓલા ઇ સ્કૂટરની પ્રી લોન્ચ બુકિંગ શરૂ થતાં સાથે જ 24 કલાકમાં 1 લાખ બુકિંગ મળ્યું છે.
નવી દિલ્લી: ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થતાં પહેલા જ ચર્ચામાં છે અને તેને ગ્રાહકોનો જબરદસ્ત રિસોપોન્સ મળી રહ્યો છે. ઓલા ઇલેક્ટ્રિકના સીઇઓ ભાવિશ અગ્રવાલે શનિવારે જણાવ્યું કે, પ્રિ લોન્ચિંગ બુકિંગ શરૂ થતાંની સાથે જ 24 કલાકમાં 1 લાખ બુકિંગ થયા છે.
ઓલા ઇલેક્ટ્રિકે તેમની ઓફિશ્યલ વેબસાઇટ પર 499 રૂપિયાની ટોકન રકમથી ઓલા સ્કૂટર બુકિંગની જાહેરાત કરી હતી. ભાવિશ અગ્રવાલે તેમના ટ્વિટમાં કહ્યું કે, ‘ભારતની ઇલેક્ટ્રિક વ્હીકલ ક્રાન્તિ માટે એક શાનદાર શરૂઆત છે.100,000, ક્રાંતિકારીઓને ખૂબ જ ધન્યવાદ જે અમારી સાથે જોડાયા અને સ્કૂટર બુક કર્યું.
આ મહિનાના અંતે સુધીમાં મળવાની શકયતા
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ આ મહિનાના અંતમાં શરૂ થઇ શકે છે. ઓલા ઇલેક્ટ્રિકે દાવો કર્યો છે કે, સ્કૂટરમાં મોટું બૂટ સ્પેસ પણ મળશે. ઉપરાંત વિના ચાવીના અનુભવ માટે એપ બેસ્ડ પણ મળશે. જેને સ્માર્ટ ફોન કનેક્ટિવિટી સાથે લાવવામાં આવશે,. ઓલાએ દાવો કર્યો છે કે, ઇલેક્ટ્રિક સ્કૂટર અર્ગોનોમિક સીટિંગ સાથે આવશે.
India’s EV revolution is off to an explosive start. 🔥💪🏼 Huge thanks to the 100,000+ revolutionaries who’ve joined us and reserved their scooter. If you haven’t already, #JoinTheRevolution at https://t.co/lzUzbWbFl7 @olaelectric pic.twitter.com/LpGbMJbjxi
— Bhavish Aggarwal (@bhash) July 17, 2021
Olaના સીઇઓએ કર્યો ખુલાસો-
Olaના સીઇઓ ભાવિશ અગ્રવાલે થોડાક દિવસો પહેલા આ ઇલેક્ટ્રિક સ્કૂટરના કેટલાક ફિચર્સ વિશે જાણકારી આપી હતી. તેને ટ્વીટર પર પૉસ્ટ કર્યુ હતુ કે અપકમિંગ સ્કૂટરમાં સૌથી મોટી બૂટ સ્પેસ, એપ-બેઝ્ડ કીલેસ એક્સેસ અને સેગમેન્ટ-લીડિંગ રેન્જ જેવી સુવિધાઓ આપવામાં આવશે. તમે આ સ્કૂટરને માત્ર 499 રૂપિયા આપીને બુક કરી શકો છો.
18 મિનીટમાં 50 ટકા સુધી થશે ચાર્જ
Ola અનુસાર આ ઇલેક્ટ્રિક સ્કૂટર માટે એક મજબૂત ચાર્જિંગ નેટવર્ક જોઇતુ હોય છે, અને કંપનીનો દાવો છે કે અમારુ હાઇપર ચાર્જર નેટવર્ક સૌથી મોટુ ચાર્જિંગ નેટવર્ક હશે. જેમાં ટૂ-વ્હીલર્સ ચાર્જ કરી શકાશે. આ ચાર્જિંગ નેટવર્ક દેશભરના 400 શહેરોમાં હશે. જેમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ થઇ શકશે. આમાં 100000 ચાર્જિંગ પૉઇન્ટ આપવામાં આવશે. આ ચાર્જિંગ નેટવર્ક એટલુ દમદાર હશે કે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 18 મિનીટમાં 50 ટકા સુધી ચાર્જ કરી શકાશે. ત્યારબાદ 75 કિલોમીટર સુધીની રેન્જ આપશે. કંપનીએ હજુ આની કિમત વિશે કોઇ ખુલાસો કર્યો નથી.