Renault Car: રિનૉની આ કારની નવા રૂપમાં જલદી થશે વાપસી, જાણો શું હશે નવુ.........
રિનો કંપની અત્યારે પોતાની બે નવી SUV કારોના પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે. જેમાં થર્ડ જનરેશન ડસ્ટરની સાથે એક બીજી SUV સામેલ છે.

Renault 4: રિનો એકવાર ફરીથી પોતાની આઇકૉનિક કાર Renault 4ને ભારતીય માર્કેટમાં લૉન્ચ કરવાના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કાર માર્કેટમાં આ હેચબેક કાર 1960 થી 1990 સુધી વેચાતી રહી. કંપની એકવાર ફરીથી 17 ઓક્ટોબરે આનુ ગ્લૉબલ ડેબ્યૂ કરવા જઇ રહી છે. આના માટે રિનોએ કૉન્સેપ્ટ કારની ટીજર ઇમેજ પણ રિલીઝ કરી દીધી છે.
Renault 4 ના ફિચર્સ -
આ વખતે નવા મૉડલમાં કમ્બશન એન્જિનની સાથે કરીને એક ઇલેક્ટ્રિક ક્રૉસઓવર તરીકે લૉન્ચ કરવામાં આવશે. ટીજર ઇમેજને જોયા બાદ એવુ માનવામાં આવી રહ્યું છે કે રિનો 4 કાર ચંકી ઓફ રૉડ ટાયર, હાઇ એન્ડ સસ્પેન્શનની સાથે સાથે રૂફ માઉન્ટેડ કાર્ગોને સુરક્ષિત કરવા માટે વાહનમાં બે હૂડ ટાઇ-ડાઉન પણ આપવામાં આવ્યુ છે. SUVમાં ઇલ્યૂમિનેટેડ સાઇડ સ્ટેમ્પ રૂફ બૉક્સની સાથે રિયર ગ્લાસમાં સાયકલ રેક આપવામાં આવી શકે છે.
Renault 4 ડાયમેન્સન -
આ કારનું વાસ્તવિક રૂપ 2022 પેરિસ મૉટર શૉમાં જોવા મળશે. પરંતુ અનુમાન અનુસારઆ કારની લંબાઇ 3.66 m અને કારને રગ્ડ લૂક આપવા માટે સ્ક્વેર વ્હીલ આર્ચ આપવામાં આવી શકે છે. સાથે જ ક્વાર્ટર ગ્લાસ આના જુના મૉડલના જેવા જ દેખાય છે. વળી આનો લૉગો ડાયમન્ડ ડિઝાઇનનો હોવાની સંભાવના છે.
રિનો કંપની અત્યારે પોતાની બે નવી SUV કારોના પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે. જેમાં થર્ડ જનરેશન ડસ્ટરની સાથે એક બીજી SUV સામેલ છે. આ બન્ને મૉડલને રિનો અને નિસાન એક સાથે CMF-B મૉડ્યૂલર પ્લેટફોર્મ પર તૈયાર કરી રહી છે. બાદમાં આને હાઇબ્રિડ પાવરટ્રેનની સાથે ઉતારવામા આવશે. રિનોની ડસ્ટર SUVને ભારતમાં ખુબ પસંદ કરવામાં આવી હતી, કંપની નવા અપડેટની સાથે આને ફરીથી માર્કેટમાં ઉતારશે. બજેટ કાર હોવાના કારણે આને ખુબ પસંદ કરવામાં આવે છે. રિનોની કારોમાં KWID, KIGER અને TRIBER સૌથી વધુ વેચાનારી કારો છે.
Vehicle Loan: ઇલેક્ટ્રિક અને નોન-ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે આવી રીતે લઇ શકો છો લોન, આ બાબતોનું રાખો ધ્યાન -
Vehicle Loan Interest Rate: જો તમે ઇલેક્ટ્રિક વાહનો (EVs) અથવા નોન-ઇલેક્ટ્રિક વાહનો (નોન-EVs) ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારે ચોક્કસ આ સમાચાર વાંચવા જોઇએ.તમારી નાણાકીય સ્થિતિના આધારે ઇલેક્ટ્રિક વાહનો (EVs) અથવા નોન-ઇલેક્ટ્રિક વાહનો વચ્ચે પસંદગી કરો. ઈલેક્ટ્રિક વાહનો ઈકો-ફ્રેન્ડલી હોવાની સાથે સાથે રોજિંદા મુસાફરીમાં ખર્ચાતી રકમને ઘટાડવાનો એક સારો વિકલ્પ છે. તે તમને દરરોજ વધતા ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવની ચિંતાથી મુક્ત કરાવે છે
ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવાની જરૂર છે. વાસ્તવમાં તે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ચાલે છે. આ જ કારણ છે કે તે પર્યાવરણને પ્રદૂષિત થવાથી બચાવે છે. તેની જાળવણી ખર્ચ પણ ઓછો છે. ઇકો-ફ્રેન્ડલી હોવા ઉપરાંત, કેટલાક રાજ્યો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સમાં રાહત આપે છે. આ કિસ્સામાં તે તમારા નાણાકીય ખર્ચને પણ ઘટાડે છે. ઇલેક્ટ્રિક વાહનો ચલાવવા માટે એકદમ સરળ છે કારણ કે તેમાં ગિયર નથી.
આપણામાંના ઘણા લોકો માટે ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઘણી વધારે છે. તેની ખરીદીમાં ફંડની સમસ્યા હોઈ શકે છે. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ એ મુખ્ય મુદ્દો છે. તેનાથી ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ પર અસર પડી શકે છે.
ઘણી કાર કંપનીઓ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે, તેમ છતાં ગ્રાહકો માટે બજારમાં મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ છે. નોન-ઈલેક્ટ્રિક વાહનોની કિંમતોની વાત કરીએ તો તે સસ્તાથી લઈને મોંઘા સુધીની બજેટ રેન્જમાં ઉપલબ્ધ છે.
ગ્રાહકો તેમની પસંદગીના નોન-ઈલેક્ટ્રિક વાહનો સરળતાથી ખરીદી શકે છે. જો કે તેની જાળવણી ખર્ચ ઘણો વધારે છે. બળતણની વધતી કિંમત આ વાહનોને વધુ મોંઘી બનાવે છે. આ વાહનો ઈકો ફ્રેન્ડલી નથી. જો તેની યોગ્ય જાળવણી કરવામાં ન આવે તો તે પર્યાવરણને ઘણું પ્રદૂષિત કરે છે. નોન-ઈલેક્ટ્રિક વાહનો વિશે પણ બે ખાસ બાબતો છે - પ્રથમ સસ્તાથી લઈને મોંઘા ભાવમાં ઉપલબ્ધ છે અને ઘણી વેરાયટી પણ આપવામાં આવે છે.
તમારા પાડોશીને જોયા પછી ક્યારેય વાહન ખરીદવાનું નક્કી ન કરો. વાહન ખરીદતી વખતે તેમાં આપવામાં આવેલ ફીચર્સ અને સેફ્ટી તપાસવી જરૂરી છે. તમારે એ પણ તપાસવું જોઈએ કે વાહનો તમારી જરૂરિયાતોને અનુરૂપ છે કે નહીં. તમારે તમારા બજેટને પણ ધ્યાનમાં લેવું જોઈએ.
તમારે વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા લોનના વ્યાજ દરોની તુલના કરવી જોઈએ. અહીં ઇલેક્ટ્રિક વાહનો અને નોન-ઇલેક્ટ્રિક વાહનો માટે ઓફર કરાયેલ લોન વ્યાજ દરોની સૂચિ છે. જેની સરખામણી કરીને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો. જો કે, આ લોન માટે તમારી માસિક આવક સ્થિતિ, ક્રેડિટ સ્કોર કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
યાદીમાં સામેલ એક્સિસ બેંક પોતાના ગ્રાહકોને સૌથી સસ્તા વ્યાજ દરે લોન આપી રહી છે. બેંક ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે 7.70% વ્યાજ પર લોન આપી રહી છે. એક્સિસ બેંક તેના ગ્રાહકોને નોન-ઈલેક્ટ્રિક વાહનો માટે 8.20% વ્યાજ દરે લોન ઓફર કરી રહી છે. જ્યારે કર્ણાટક બેંક EV વાહનો માટે 8.61% અને નોન-EV વાહનો માટે 8.71%ના દરે લોન ઓફર કરી રહી છે.





















