માર્કેટમાં આવી રહી છે રૉયલ એનફિલ્ડની આ શાનદાર બાઇક્સ, સ્ટાઇલિશની સાથે સાથે ફિચર્સમાં પણ છે હટકે, જાણો
માર્કેટમાં ઘણીબધી દમદાર ફિચર્સ અને સ્ટાઇલિશ બાઇક ઉપલબ્ધ છે, પરંતુ બધાની વચ્ચે રૉયલ એનફિલ્ડની યુવાઓમાં એક જુદી જ ડિમાન્ડ છે.
નવી દિલ્હીઃ ભારતીય યુવાઓમાં હવે ઝડપથી દમદાર અને સ્ટાઇલિશ બાઇકનો ક્રેઝ વધી રહ્યો છે. માર્કેટમાં ઘણીબધી દમદાર ફિચર્સ અને સ્ટાઇલિશ બાઇક ઉપલબ્ધ છે, પરંતુ બધાની વચ્ચે રૉયલ એનફિલ્ડની યુવાઓમાં એક જુદી જ ડિમાન્ડ છે. રૉયલ એનફિલ્ડની અનેક પ્રકારની અને જુદીજુદી એડિશન વાળી બાઇક માર્કેટમાં આવી ચૂકી છે, પરંતુ જો તમે એક સારુ અને નવી જનરેશનનુ રૉયલ એનફિલ્ડ બાઇક ખરીદવાનુ વિચારી રહ્યાં છો, તો અહીં અમે તમને બતાવી રહ્યા છીએ એવી પાંચ રૉયલ એનફિલ્ડ બાઇક જે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. જાણો દરેક બાઇક વિશે...........
રૉયલ એનફિલ્ડની આવનારી ન્યૂ જનરેશનની દમદાર પાંચ બાઇક-
New-Gen Royal Enfield Bullet 350 રૉયલ એનફિલ્ડની 2022 માટે લૉન્ચ કરવામાં આવેલી સૌથી મોટી મૉટરસાયકલોમાંની એક નવી જનરેશનની બૂલેટ હોવાની આશા છે. ન્યૂ જેન બુલેટ 350 આરઇના નવી જે-સીરીઝ પ્લેટફોર્મ પર બેઝ હશે, જે મીટિયૉર 350 અને ન્યૂ જેન ક્લાસિક 350 ને પણ એન્ડરપિન કરે છે. આ 349cc, સિંગલ સિલેન્ડર, એર અને ઓઇલ કૂલ્ડ એન્જિનથી પાવર લેશે. લૉન્ચ થવા પર આ ભારતની સૌથી સસ્તી રૉયલ એનફિલ્ડ મૉટરસાયકલ હશે. આને નવેમ્બર 2022 માં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Royal Enfield Super Meteor 650 350cc સેગમેન્ટમાં નવી રજૂઆતોના એક ગૃપની સાથે, RE 650cc કેટેગરીને પણ ટારગેટ કરશે. કંપનીના આગામી પાવર ક્રૂઝર, રૉયલ એનફિલ્ડ સુપર મીટિયૉર 650 ને પહેલા જ ભારતમાં ટેસ્ટ માટે જોવામાં આવી ચૂકી છે. ઇન્ટરસેપ્ટર 650 થી આને 648cc, પેરેલલ-ટ્વીન, એર કૂલ્ડ, ફ્યૂલ -ઇન્જેક્ટેડ એન્જિન મળવાની આશા છે, પરંતુ મામુલી ફેરફારો સાથે, એન્જિનને 6 સ્પીડ ગિયરબૉક્સ સાથે જોડવામાં આવશે. આને ઓગસ્ટ 2022માં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Royal Enfield Hunter 350 આવનારી રૉયલ એનફિલ્ડ હન્ટર 350, મીટિયૉર 350 અને ન્યૂ-ઝેન ક્લાસિક 350 બાદ, પોતાની નવી જે-સીરીઝ પ્લેટફોર્મ પર આધારિત રહેનારી આરઇની ત્રીજી પ્રૉડક્ટ હશે. હન્ટર 350 એક રેટ્રૉ રૉડસ્ટર હશે જેમાં યુવાઓને ટારગેટ કરવામાં આવશે. આ બાઇકમાં 349cc, સિંગલ સિલેન્ડર, એર અને ઓઇલ કૂલ્ડ, ફ્યૂલ ઇન્જેક્ટેડ એન્જિન હશે જે 5-સ્પીડ ગિયરબૉક્સની સાથે હશે, આને જૂન 2022 માં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Royal Enfield Classic 350 Bobber રૉયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતીય માર્કેટમાં ખુબ પૉપ્યુલર બાઇક છે. હવે પોતાની સૌથી વધુ વેચાનારી મૉટરસાયકલને વધુ સ્પીર્ટિયર બનાવવા માટે કંપની સિંગલ સીટની સાથે તેનુ જ એક બૉબર વર્ઝન લૉન્ચ કરવાનુ પ્લાનિંગ બનાવી રહી છે. જ્યારે એન્જિન સ્ટાન્ડર્ડ ક્લાસિક 350 ના જેવુ જ હશે. આઇઇની આવનારી બૉબર મૉટરસાયકલને અપડેટ એર્ગોનૉમિક્સ મળી શકે છે અને આ જાવા પેરાકને ટક્કર આપશે. આને ડિસેમ્બર 2022 કે આગામી વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
Royal Enfield ShotGun 650 (SG 650) આ વર્ષના અંતમાં કે આગામી વર્ષની શરૂઆતમાં રૉયલ એનફિલ્ડ શૉટગન 650ને લૉન્ચ કરવામાં આવી શકે છે. એસજી 650 ને પહેલીવાર ઇઆઇસીએમએ 2021માં બૉબર કૉન્સેપ્ટ તરીકે પ્રદર્શિત કરવામાં આવી હતી. આના ટેસ્ટ મ્યૂલને ભારતમાં ટેસ્ટ કરવામા આવી રહ્યો છે. આ આક્રમક અર્ગોનૉમિક્સની સાથે એક બૉબર સ્ટાઇલ ક્રૂઝર મૉટરસાયકલ હોવાની સંભાવના છે. Royal Enfield ShotGun 650 પોતાના પાવર ટ્રેનને Super Meteor 650ની સાથે શેર કરશે અને આ ભારતમાં વેચાણ પર સૌથી મોંઘી RE હોઇ શકે છે.
Royal Enfield Scram 411 2022 માટે રૉયલ એનફિલ્ડનુ પહેલુ લૉન્ચ નવુ સ્ક્રેમ 411 છે. આને તાજતરમાં જ ભારતમાં લૉન્ચ કરવામાં આવી છે, અને આની કિંમત 2.03 લાખ રૂપિયા, એક્સ શૉરમથી શરૂ થાય છે. રૉયલ એનફિલ્ડ સ્ક્રેમ 411 હિમાલયનનો વધુ રૉડ બેઝ વર્ઝન છે. આને હિમાલયનથી સમાન 411cc સિંગલ સિલેન્ડર, SOHC, એર કૂલ્ડ, ફ્યૂલ ઇન્જેક્ટેડ એન્જિન મળે છે, જેને 5-સ્પીડ ગિયરબૉક્સની સાથે જોડવામાં આવે છે.
આ પણ વાંચો...........
શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા
Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી
હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ