શોધખોળ કરો

Tata Motors: TATA લાવવા જઈ રહી છે ધાંસુ SUV, એક જમાનમાં આ કારની હતી બોલબાલા

આ કાર દેશમાં મહિન્દ્રા સ્કોર્પિયો-એન સાથે સ્પર્ધા કરશે. જોકે, ટાટાએ હજી સુધી તેના ફીચર્સ જાહેર ના કરી સિક્રેટ જ રાખ્યા છે.

Tata New SUV: ટાટાએ ઓટો એક્સપો 2023માં તેની નવી SUV સિએરાનું પ્રદર્શન કર્યું. આ કાર વર્ષ 2025 સુધીમાં માર્કેટમાં આવી શકે છે. કંપનીના પોર્ટફોલિયોમાં આ કારને Safari SUVથી ઉપર રાખવામાં આવશે. આ કાર દેશમાં મહિન્દ્રા સ્કોર્પિયો-એન સાથે સ્પર્ધા કરશે. જોકે, ટાટાએ હજી સુધી તેના ફીચર્સ જાહેર ના કરી સિક્રેટ જ રાખ્યા છે.

સીએરા ઇલેક્ટ્રિક

સિએરા ઈલેક્ટ્રિકને Tata Nexon EV Max કરતાં મોટી બેટરી પેક મળશે, જે 40.5kWh બેટરી પેક સાથે 437 કિમીની ARAI પ્રમાણિત રેન્જ ઓફર કરે છે. તેમાં લાગેલ ઇલેક્ટ્રિક મોટર 143 bhpનો પાવર અને 250 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

ટાટા સીએરા પેટ્રોલ

Tata Sierra પેટ્રોલ વર્ઝનમાં નવા ટર્બોચાર્જ્ડ ગેસોલિન એન્જિન સાથે આવી શકે છે. જે અનુક્રમે 125PS/225 Nm અને 170PS/280Nmનું આઉટપુટ ઉત્પન્ન કરવામાં સક્ષમ 1.2L, 3-સિલિન્ડર અને 1.5L, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આવશે.  આ કારમાં પ્રથમ એન્જિન Tata Nexon સાથે વપરાય છે, જ્યારે બીજા એન્જિનનો ઉપયોગ Tata Harrier અને Safariમાં થાય છે.

ડિઝાઇન

ડિઝાઇન અને સ્ટાઇલની વાત કરીએ તો ટાટા સિએરા પેટ્રોલ તેના ઇલેક્ટ્રિક વર્ઝનથી થોડું અલગ હશે. તેનું ઉત્પાદન તૈયાર મોડલ ઓટો એક્સપોમાં રજૂ કરાયેલા મોડલ જેવું જ હોઈ શકે છે. Sierra EVમાં નવી ફોક્સ ગ્રિલ, સ્પોર્ટી ફ્રન્ટ બમ્પર, ક્રોમ સ્ટ્રીપ સાથે આકર્ષક હેડલેમ્પ્સ, ડ્યુઅલ-ટોન વ્હીલ્સ, બ્લેક-આઉટ C અને D થાંભલાઓ સાથે વિશાળ ગ્લાસહાઉસ મળશે.

મહિન્દ્રા સ્કોર્પિયો એનને આપશે ટક્કર

તેના દ્વારા સંચાલિત 2.2-લિટર ડીઝલ એન્જિન બે પાવર ટ્યુનિંગ 132 PS/300 Nm અને 175 PS સાથે 370 Nm અને 400 Nm નું આઉટપુટ જનરેટ કરી શકે છે. આ સાથે, 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ ઉપલબ્ધ છે, જે 203PS પાવર સાથે 370 Nm અથવા 380 Nmનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ બંને એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.

Auto Expo 2023: ટાટા મોટર્સે મચાવ્યો ધમાકો, લોંચ કરી Tiago EV Blitz

ટાટા મોટર્સ તેના ઘણા વાહનો સાથે 2023માં ઓટો એક્સપોમાં આ વર્ષે શોમાં ભાગ લઈ રહી છે. જેમાં લગભગ 20 મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે જેમાં ઘણા નવા ઇલેક્ટ્રિક વાહનો, SUV સહિત ઘણા વાહનોના અપડેટ અને કસ્ટમાઇઝ્ડ વર્ઝનનો સમાવેશ થાય છે. તેમાંથી એક Tata Tiago EV Blitz છે, જે મોટર શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ કાર ગયા વર્ષે લૉન્ચ થયેલી ઇલેક્ટ્રિક ટિયાગોનું સ્પોર્ટિયર વર્ઝન છે. 

આ નવા મોડલમાં તેના રેગ્યુલર મોડલની સરખામણીમાં ઘણા કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં કંપનીએ આ કારના લોન્ચિંગનો સમય જણાવ્યો નથી. પરંતુ એક અંદાજ મુજબ Tiago EV Blitz આ વર્ષના અંતમાં લોન્ચ થઈ શકે છે.

ટોપ સ્ટોરી

મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
મોંઘી કાર ખરીદવાની જરૂર નથી, ઓછા બજેટમાં સનરૂફ આપતી આ 5 શાનદાર કાર જુઓ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
5 વર્ષમાં કયું સ્કૂટર સસ્તું પડશે, ઇલેક્ટ્રિક કે પેટ્રોલ? જાણો ખરીદી અને સર્વિસિંગનો હિસાબ
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!
₹10 લાખથી ઓછી કિંમતની કારથી લોકો કેમ મોં ફેરવી રહ્યા છે? ચોંકાવનારો રિપોર્ટ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget