Tata Tiago iCNG બુક કરવાનુ વિચારી રહ્યાં છો ? પહેલા જાણી લો તેની પાંચ દમદાર ખાસિયતો, જુઓ રિવ્યૂ...........
ટાટા મોટર્સે તાજેતરમાં જ પોતાની બે નવી સીએનજી કારો Tiago iCNG અને Tigor iCNG લૉન્ચ કરી છે.
Tiago CNG Top Features: ટાટા મોટર્સે તાજેતરમાં જ પોતાની બે નવી સીએનજી કારો Tiago iCNG અને Tigor iCNG લૉન્ચ કરી છે. ટાટા ટિઆગો સીએનજીની કિંમત 6.09 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)થી શરૂ થાય છે. ઘણાબધા લોકોએ આને બુક કરાવી દીધી હશે. જ્યારે કેટલાય લોકો આને ખરીદવા વિશે વિચાર કરી રહ્યાં હશે. એટલે અહીં અમે તમને ટિઆગો સીએનજી Tata Tiago iCNGનો રિવ્યૂ બતાવી રહ્યાં છીએ, જેમાં અમને તમને ટાટાની આ કારના તમામ ખાસ ફિચર્સ વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે આ સેગમેન્ટની બાકી સીએનજી કારોથી અલગ છે.
4 સ્ટાર સેફ્ટી રેટિંગ-
ટાટા ટિઆગો સીએનજી દેશની સૌથી સુરક્ષિત હેચબેક કાર છે. આને ગ્લૉબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યુ છે. એટલુ જ નહીં કંપનીએ આમાં કેટલાક જરૂરી ફિચર્સ પણ આપ્યા છે. જેમ કે સીએનજી લીક થવાની સ્થિતિમાં આ ઓટોમેટિકલી પેટ્રૉલ પર શિફ્ટ થઇ જાય છે. સાથે જ કૉ-પેસેન્જર સીટની નીચે આગ લાગવાની સ્થિતિને જોતા એક fire extinguisher પણ આપવામાં આવ્યું છે. કારમાં ડ્યૂલ એરબેગ્સ, ઇબીડીની સાથે એબીએસ અને કોર્નર સ્ટેબિલિટી કન્ટ્રૉલ જેવા સ્ટાન્ડર્ડ સેફ્ટી ફિચર્સ મળે છે.
સૌથી પાવરફૂલ એન્જિન-
આમાં 1199 સીસીનુ એન્જિન છે, જે મેન્યૂઅલ ટ્રાન્સમિશનની સાથે અવેલેબલ છે. આ એન્જિન સીએનજી મૉડમાં 73bhp નો પાવર અને 95Nmનો ટોર્ક પેદા કરે છે. કંપનીનો દાવો છે કે, આ સેગમેન્ટની સૌથી પાવરફૂલ સીએનજી કાર છે.
વેરિએન્ટ અને કલર ઓપ્શન-
કંપનીએ ટાટા ટિઆગો iCNGને કુલ પાંચ વેરિએન્ટ- XE, XM, XT, XZ+ અને XZ+ ડ્યૂલ ટૉનમાં લૉન્ચ કરી છે. આ કુલ પાંચ રંગો- ડેટોના ગ્રે, એરિઝૉના બ્લૂ, ફ્લેમ રેડ, ઓપલ વ્હાઇટ અને મિડનાઇટ પ્લમમાં ઉપલબ્ધ છે.
CNGમાં સ્ટાર્ટ-
આ સેગમેન્ટની એકમાત્ર સીએનજી કાર છે, જે સીએનજી સ્ટાર્ટ ફિચરની સાથે આવ છે, એટલે કે જો તમારી કારમાં પેટ્રૉલ નથી, તો ત્યારે તમે પણ સીધી સીએનજીથી સ્ટાર્ટ કરી શકો છો, આ ફિચર બાકીની કારોમા નથી. તેને પહેલા પેટ્રૉલ પર સ્ટાર કરવામાં આવે છે. ત્યારબાદ તમે સીએનજી પર શિફ્ટ કરી શકો છો.
ફ્યૂલ લિડ ખુલ્લા હોય ત્યારે એન્જિન બંધ-
ટાટાએ પોતાની સીએનજી કારમાં એક માઇક્રો સ્વિચ આપી છે, આ સ્વિચ ફ્યૂલ લિડ (જ્યાંથી પેટ્રૉલ કે સીએનજી ભરાય છે) ખુલવા પર ignitionને બંધ કરી દે છે. જ્યાં સુધી ફ્યૂલ લિડ ખુલ્લુ રહશે ત્યાં સુધી તમે કારને ચાલુ નહીં કરી શકો. સાથે જ ડ્રાઇવરની ડિસ્પ્લે (MID) પર આની વૉર્નિંગ પણ લખેલી રહે છે.
કોની સાથે છે ટક્કર-
ટાટા ટિઆગો સીએનજીની સીધી ટક્કર હાલમાં Maruti Suzuki Celerio S-CNG ઉપરાંત Maruti Suzuki Wagon-R CNG, Hyundai Santro CNG અને Hyundai Grand i10 Nios CNG જેવી ગાડીઓની સાથે છે. મારુતિ સુઝુકીનો દાવો છે કે તેની સેલેરિયો સીએનજી 35KMથી વધુ માઇલેજ આપશે.