TVS Scooter: ટીવીએસે લોન્ચ કર્યા સ્પાઇડર મેન અને થોર કલર વાળા સ્કૂટર, જાણો કિંમત અને ફીચર્સ
TVS Ntorq 125: TVS મોટર કંપનીએ તેની NTorq 125 સુપર સ્ક્વોડ એડિશનના લોન્ચિંગને બે નવા રંગો સાથે વિસ્તરણ કર્યુ છે.
TVS 125cc Scooter: TVS મોટર કંપનીએ તેની NTorq 125 સુપર સ્ક્વોડ એડિશનના લોન્ચિંગને બે નવા રંગો સાથે વિસ્તરણ કર્યુ છે. NTorq 125 માટે માર્વેલ સ્પાઈડર મેન અને થોરમાંથી ઈન્સ્પાયર કલર શેડ્સ લોન્ચ કર્યા છે. આ નવા રંગો માર્વેલ સુપરહીરો - આયર્ન મૅન, બ્લેક પેન્થર અને કૅપ્ટન અમેરિકા દ્વારા પ્રેરિત હાલની સુપર સ્ક્વૉડ એડિશન રેન્જમાં જોડાશે, જે ગયા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી.
Disney India એ TVS NTorq 125 ના સુપરહીરોથી પ્રેરિત આવૃત્તિ લૉન્ચ કરવા માટે જોડાણ કર્યું છે. માર્વેલ સુપરહીરો જેવી જ પેઇન્ટ સ્કીમ મળે છે. ઉદાહરણ તરીકે નવી માર્વેલ સ્પાઈડર-મેન એડિશનને ટ્રિપલ-ટોન લાલ, વાદળી અને કાળા રંગો મળે છે અને બોડી પેનલ પર સ્પાઈડરવેબ જેવું ડેકલ પણ મળે છે. થોર એડિશન ટ્રિપલ-ટોન બ્લેક, સિલ્વર અને રેડ કલર સ્કીમમાં ઉપલબ્ધ છે અને થોર તરફથી હેમરેડ ગ્રાફિક્સ મળે છે.
એટલું જ નહીં, NTorq 125 ની SuperSquad આવૃત્તિની TVS Connect એપને ઇન ફ્રિક્શન કેરેકટરથી પ્રેરિત UI મળે છે, જે રાઇડર્સને માર્વેલ અનુભવ પ્રદાન કરે છે. આ કોસ્મેટિક અપડેટ્સ સિવાય અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મિકેનિકલ રીતે, NTorq 125 ની Supersquad આવૃત્તિ એ જ રહે છે. તે RT-Fi (રેસ ટ્યુન્ડ ફ્યુઅલ-ઇન્જેક્શન) ટેક્નોલોજી સાથે 124.8cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે જે CVT સાથે 9.2 hp પાવર અને 10.5 Nm ટોર્ક જનરેટ કરે છે.
TVS Ntorqમાં 5.8 લીટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે. તેના આગળના ભાગમાં ડિસ્ક અને ડ્રમ બ્રેક બંને વિકલ્પો ઉપલબ્ધ છે, જ્યારે પાછળના ભાગમાં માત્ર ડ્રમ બ્રેકનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તે શહેરમાં 54.33 kmplની માઈલેજ આપે છે. તે સેલ્ફ અને કિક સ્ટાર્ટ બંને વિકલ્પો સાથે આવે છે. TVS NTorq 125 SuperSquad એડિશનના તમામ કલર વેરિઅન્ટની એક્સ-શોરૂમ દિલ્હી કિંમત 84,850 રૂપિયા છે.