TVS NTORQ 125 Race Edition: નવા કલરમાં લોન્ચ થયું ટીવીએસનું આ સ્કૂટર, જાણો શું છે ખાસિયત
TVS NTORQ 125 Race Edition: સ્કૂટરનો આ નવો રંગ દેખાવમાં એકદમ નવો અને આકર્ષક લાગે છે. બ્લેક, મેટાલિક બ્લેક અને મેટાલિક બ્લુ જેવા રંગોનું મિશ્રણ આ સ્કૂટરને રોડ પર એક અલગ હાજરીનો અહેસાસ આપે છે.
TVS NTORQ 125: ટુ-વ્હીલર ઉત્પાદક ટીવીએસ મોટર્સે દેશમાં નવા મરીન બ્લુ રંગમાં તેનું સ્કૂટર TVS NTORQ 125 રેસ એડિશન લોન્ચ કર્યું છે. ઉપરાંત સ્કૂટરની જૂની રેસ એડિશન પણ લાલ રંગમાં વેચવાનું ચાલુ રહેશે. સ્કૂટરનો આ નવો રંગ દેખાવમાં એકદમ નવો અને આકર્ષક લાગે છે. બ્લેક, મેટાલિક બ્લેક અને મેટાલિક બ્લુ જેવા રંગોનું મિશ્રણ આ સ્કૂટરને રોડ પર એક અલગ હાજરીનો અહેસાસ આપે છે.
એન્જિન
સ્કૂટર 124.8 cc 4-સ્ટ્રોક, 3-વાલ્વ, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ SOHC, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિનનો ઉપયોગ કરે છે જે 5,500 rpm ના મહત્તમ પાવર આઉટપુટ 6.9 kW/9.38 PS પર 10.5 ન્યૂટન મીટર ટોર્ક ઉત્પન્ન કરે છે. આ સ્કૂટર માત્ર 9 સેકન્ડમાં 0 થી 60 kmphની સ્પીડ હાંસલ કરી શકે છે. આ સ્કૂટર મહત્તમ 95 kmphની ઝડપે દોડી શકે છે.
ફીચર્સ
TVS SmartXonnectTM સાથેના આ સ્કૂટરમાં ઘણી સ્માર્ટ કનેક્ટેડ ફીચર્સ જોવા મળે છે, જેને તેમાં મળેલા સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તે પાર્કિંગ બ્રેક, એન્જિન કીલ સ્વીચ, ડ્યુઅલ સાઇડ સ્ટીયરીંગ લોક અને સ્વિચ સહિત 60 થી વધુ ફીચર્સ મેળવે છે. તેમાં એક્સટર્નલ ફ્યુઅલ ફિલ, TVS પેટન્ટેડ EZ સેન્ટર સ્ટેન્ડ, 20-લિટર અંડરસીટ સ્ટોરેજ, USB ચાર્જર પણ મળે છે.
લુક અને ડિઝાઇન
આ TVS સ્કૂટર પરની સિગ્નેચર LED ટેલ લાઇટ તેને શાર્પ અને આક્રમક દેખાવ આપે છે. તે ટેક્ષ્ચર ફ્લોરબોર્ડ પણ મેળવે છે, જે સ્ટીલ્થ એરક્રાફ્ટ, ડાયમંડ કટ એલોય વ્હીલ્સ અને સ્પોર્ટી સ્ટબ મફલરની ડિઝાઇનથી પ્રેરિત છે.
કિંમત
TVS NTORQ 125 રેસ એડિશનની કિંમત મરીન બ્લુ કલર, દિલ્હી એક્સ-શોરૂમમાં રૂ 87,011 રાખવામાં આવી છે. ગ્રાહકો ટીવીએસના આ નવા સ્કૂટરને કંપનીની ડીલરશિપ પર બુક કરાવી શકે છે.
આ પણ વાંચોઃ
T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન
દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના માત્ર 4,369 કેસ, જાણો કેટલા છે એક્ટિવ કેસ
સિકંદરાબાદમાં ચાર્જિંગ સમયે ઈલેકટ્રિક બાઇકની ફાટી બેટરી, બિલ્ડિંગમાં આગ લાગતાં 8 લોકોનાં મોત