(Source: ECI/ABP News/ABP Majha)
Upcoming Electric Cars: જલદી લોન્ચ થશે આ દેશી કંપનીઓની ઇલેક્ટ્રિક કાર, જાણો શું હશે ખાસિયત?
દેશમાં ઈલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને તેને જોતા કાર કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન આ સેગમેન્ટ તરફ છે
Upcoming Electric Car In India: દેશમાં ઈલેક્ટ્રિક કારનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને તેને જોતા કાર કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન આ સેગમેન્ટ તરફ છે. તેને જોતા ભારતમાં ટૂંક સમયમાં ઘણી ઈલેક્ટ્રિક કાર લોન્ચ થવા જઈ રહી છે. આમાં સૌથી પહેલા Tata Tiagoનું ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કરવામાં આવશે. જે બાદ મહિન્દ્રાની XUV400 પણ આગામી કેટલાક મહિનામાં લોન્ચ થવા જઈ રહી છે. આ કારમાં ઘણી બધી સુવિધાઓ સાથે એક શાનદાર રેન્જ મળશે. તો જો તમે પણ ટૂંક સમયમાં નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવા જઈ રહ્યા છો, તો થોડી રાહ જુઓ, કારણ કે આગામી થોડા મહિનામાં એકથી વધુ ઈલેક્ટ્રિક કાર ભારતીય બજારમાં આવવા જઈ રહી છે. ટાટા અને મહિન્દ્રાની સાથે હ્યુન્ડાઈ મોટર પણ ટૂંક સમયમાં દેશમાં તેની ઘણી નવી ઇલેક્ટ્રિક કાર રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
આ Tata અને Mahindraની આવનારી ઇલેક્ટ્રિક કાર છે
ટાટા મોટર્સ ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં મજબૂત પકડ ધરાવે છે અને કંપની ટૂંક સમયમાં તેની લાઇન-અપમાં Tiago EVનો સમાવેશ કરશે. દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હોવા ઉપરાંત, તે એક શાનદાર રેન્જ સાથે આવવા જઈ રહી છે. Tiago EV લૉન્ચ કર્યા પછી Tata તેની હેચબેક Altroz અને mini SUV પંચને ઇલેક્ટ્રિક વર્ઝનમાં પણ લૉન્ચ કરી શકે છે.
આ સેગમેન્ટમાં ભારતીય કંપની મહિન્દ્રા પણ ટૂંક સમયમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV Mahindra XUV400 લોન્ચ કરવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા જ કંપનીએ આ કારનું અનાવરણ કર્યું હતું. આ સાથે કંપની ટૂંક સમયમાં તેનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક મોડલ KUV 100 પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
કેટલીક પ્રીમિયમ ઇલેક્ટ્રિક કારની પણ એન્ટ્રી થશે
ટાટા અને મહિન્દ્રાની ઈલેક્ટ્રિક કારને ટક્કર આપવા હ્યુન્ડાઈ મોટર્સ ભારતમાં તેની બીજી ઈલેક્ટ્રિક કાર Ioniq 5 પણ લોન્ચ કરવા જઈ રહી છે. સાથે જ કંપની ટૂંક સમયમાં કોના ઇલેક્ટ્રિક કારનું ફેસલિફ્ટ વર્ઝન પણ લાવવાની તૈયારી કરી રહી છે. કેટલાક અહેવાલો અનુસાર, મારુતિ સુઝુકી પણ ટૂંક સમયમાં Maruti Futuro-e રજૂ કરી શકે છે. તે પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર બનવા જઈ રહી છે. એકંદરે આગામી થોડા દિવસોમાં નવી ઇલેક્ટ્રિક કારના ઘણા મોડલ બજારમાં જોવા મળવાના છે.