શોધખોળ કરો
પોલીસ દમનના વિરોધમાં આજે ભાવનગરમાં પાટીદાર જનાક્રોશ રેલી, રેશમા, વરૂણ અને અતુલ પટેલની પોલીસે કરી અટકાયત
1/3

તાજેતરમાં ભાવનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના અભિવાદન સમારોહમાં 'જય સરદાર જય પાટીદાર'ના નારા લગાવનાર પાટીદાર યુવાનને પોલીસે ઢોર માર મારતા ઉપવાસ આંદોલન બાદ હવે આજે સવારે ૧૦ કલાકે ભાવનગરના હિરાબજાર નિર્મળનગરથી કલેકટર કચેરી સુધી વિશાળ જનાક્રોશ રેલી યોજાશે. આ રેલીમાં ગુજરાતમાંથી પાસ કન્વીનર ઉપરાંત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. ઉપરાંત સૌ પ્રથમવાર ક્ષત્રિય, કોળી, બ્રહ્મસમાજ અને લઘુમતી કોમના લોકો પણ રેલીમાં જોડાશે. ભાવનગરના પાટીદાર સમાજના લોકો ધંધા બંધ રાખી રેલીમાં જોડાશે.
2/3

દરમિયાન ગઈકાલે રેલી માટે અમદાવાદના રેશ્મા પટેલ ભાવનગર આવી પહોંચ્યા છે. જોકે આ રેલીમાં સામેલ થવા માટે આવી પહોંચેલ, રેશમા પટેલની પોલીસે મોડી રાત્રે અટકાયત કરી છે. ઉપરાંત અતુલ પટેલ અને વરૂણ પટેલની પણ પોલીસે અટકાયત કરી છે. જીલ્લાભરમાં ગામડે-ગામડે જ મીટીંગો કરી પાટીદારોને આહવાન કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિવાદન સમારોહમાં બઘડાટી બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતની સામે ઇજાગ્રસ્ત યુવક દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી.પોલીસ દમનના વિરોધમાં રેલી બાદ પાસના કન્વીનરો વરૂણ પટેલ, ભાવિન પટેલ, ગીતા પટેલ અને તેની ટીમ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ૩ દિવસ સુધી સભાઓ કરશે અને લોકોને પોલીસ દમનની ઘટના અંગે માહિતગાર કરાશે.
Published at : 29 Sep 2016 07:29 AM (IST)
View More





















