
Huawei Mobile Phones
હ્યૂવાવે દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રૉનિક્સ કંપનીઓમાંની એક છે. ચીની કંપની હ્યૂવાવેની શરૂઆત વર્ષ 1987માં થઇ હતી.દુનિયાભરના 170 દેશોમાં હ્યૂવાવેનો બિઝનેસ છે.વર્ષ 2012માં Ericssonને પાછળ પાડતા હ્યૂવાવે દુનિયાની સૌથી મોટી ટેલિકૉમ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરિંગ કંપની બની.
હ્યૂવાવે હાલ દુનિયાના અનેક દેશોમાં 5G ટેકનોલૉજી વિકસિત કરવામા પર કામ કરી રહી છે.પરંતુ હ્યૂવાવેને ગયા વર્ષે અમેરિકામાં લાગેલા બેનના કારણે મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. અમેરિકાએ હ્યૂવાવે પર ડેટા ચીનની સેનાને આપવાનો આરોપ લગાવ્યો છે.ભારતમાં પણ હાલ ચીનની સાથે વિવાદના કારણે કંપની 5G નેટવર્કની રેસમાં પછડાઇ ગઇ છે.
ચીની સ્માર્ટફોન મેકર હ્યૂવાવે દુનિયાની લીડિંગ મોબાઇલ કંપનીઓમાની એક છે. હ્યૂવાવે વર્ષ 2020માં એપલ અને સેમસંગને પછાડતા દુનિયાની સૌથી મોટી મોબાઇલ બ્રાન્ડ બનવામાં સફળ રહી. હ્યૂવાવેની ખુબી સ્માર્ટફોન માર્કેટમાં હંમેશા નવુ લાવવાની રહી. કેમેરાની ટેકનિક પર હ્યૂવાવે દુનિયાની અન્ય કંપનીઓથી એક કદમ આગળ રહે છે. પરંતુ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ હ્યૂવાવે સ્માર્ટફોનમાં ગૂગલને એપ્સ આપવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
TV
Appliances
Accessories
































