
Realme Mobile Phones
રિયલમીને જૂલાઈ 2018 ઓપ્પોએ પોતાના સબ બ્રાન્ડ તરીકે લોન્ચ કર્યું હતું. રિયલમી પણ BBK ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનનો ભાગ છે. શરૂઆતમાં જ રિયલમીને ઓનલાઈન સેગમેન્ટામાં મોટી સફળતા મળી અને તેને ઓપ્પોથી અલગ બ્રાન્ડ તરીકે લોન્ચ કરી દેવામાં આવી. નવેમ્બર 2018માં રિયલમીએ ઓપ્પોથી અલગ બ્રાન્ડ બનાવવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2018માં કંપનીએ પોતનો નવો લોગો પણ રજૂ કર્યો હતો.
રિયલમીએ શરૂઆતમાં પોતાનું ધ્યાન ચીન અને ભારતની માર્કેટ પર જ રાખ્યું હતું. રિયલમીએ વર્ષ 2018માં 15 હજાર રૂપિયાથી ઓછા બઝેટમાં સ્માર્ટફોન લોન્ચ કર્યા. પરંતુ કંપનીએ જલ્દીથઈ પ્રાઈઝ રેન્જ વધારેતા પોતાની નવી X સીરીઝ લોન્ચ કરી દીધી. X સીરીઝમાં કંપનીએ મિડ રેન્જ સેગમેન્ટની સાથે જ ફ્લેગશિપ કેટેગરીમાં પણ સ્માર્ટફોન લોન્ચ કર્યા.
હાલ ભારતીય ઓનલાઈન સ્માર્ટફોન માર્કેટમાં રિયલમી શાઓમી બાદ બીજા નંબર પર છે. રિયલમીએ માર્કેટમાં પોતાની પકડ મજબૂત બનાવી રાખવા માટે વર્ષ 2020માં 15થી વધારે સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જેમાંથી મોટાભાગના ફોન લોન્ચ થઈ ગયા છે. રિયલમી ટૂંક સમયમાં પોતાની રિયલમી 7 અને રિયલમી x7 સીરીઝને માર્કેટમાં ઉતારવા જઈ રહ્યું છે.
TV
Appliances
Accessories
































