Vivo Mobile Phones

Vivo Mobile Phones

સ્માર્ટફોન મેકર વીવો ચાઈનીઝ ટેક જાઈન્ટ BBK ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશનની સબ બ્રાન્ડ છે. છેલ્લા પાંચ વર્ષમાં વીવોએ ભારતના ઓફલાઈન માર્કેટમાં પોતાની મજબૂત પકડ બનાવી રાખી છે. વીવો ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ટોપ 5 બ્રાન્ડમાં બની રહે છે. ઈન્ડિયન સ્માર્ટફોન માર્કેટમાં વીવોનો સૌથી મોટો યૂઝર્સ બેસ 10 હજારથી 20 હજાર મિડિયમ રેન્જ સેગમેન્ટમાં છે. કંપની પોતાના મોટાભાગના ફોન આ કિંમતમાં જ લોન્ચ કરે છે. વીવો પોતાના સ્માર્ટફોનમાં કેમેરા પર સૌથી વધુ ફોકસ કરે છે. વીવોએ હાલમાં જ પોતાનો પ્રથમ ગિંબલ કેમેરા લેસ X50 પ્રો સ્માર્ટફોનન લોન્ચ કર્યો છે. કંપની દુનિયાની 100થી વધારે દેશોમાં પોતાના કારોબારનો દાવો કરે છે. પરંતુ અમેરિકામાં વીવોએ સ્માર્ટફોન BLU બ્રાન્ડ નીચે વેચાય છે. 2017 બાદ વીવો રશિયા, શ્રીલંકા, હોંગકોંગ, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોમાં એન્ટ્રી કરી ચૂક્યું છે. 2015માં વીવોએ દુનિયાની સૌથી પોપ્યૂલર ક્રિકેટ લીગ આઈપીએલનું ટાઈટર સ્પોન્સ બન્યું હતું. વર્ષ 2020માં ભારત ચીન વચ્ચે તણાવ બાદ વીવો આઈપીએલ ટાઈટલ સ્પોન્સર તરીકે પાછળ હટી ગયું હતું.