શોધખોળ કરો

Union Budget 2023: 'ગામડાઓ, ગરીબો અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું', PM મોદીએ કહ્યું- મધ્યમ વર્ગની અપેક્ષાઓ સાથેનું બજેટ

મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે.

PM Modi: આજે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ 2.0 રજૂ કર્યું. સામાન્ય બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગામડાઓ, ગરીબો અને ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બજેટમાં મધ્યમ વર્ગ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, આ બજેટ વિકસિત ભારતનું સપનું પૂરું કરશે.

'બજેટમાં વંચિતોને પ્રાધાન્ય અપાયું'

વડાપ્રધાને કહ્યું કે અમે ટેક્નોલોજી પર ઘણો ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે આ બજેટમાં MSMEનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચુકવણીની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે હું નિર્મલા સીતારમણને આ બજેટ માટે અભિનંદન આપું છું.

'બજેટ ગરીબોના સપના સાકાર કરશે'

પીએમ મોદીએ કહ્યું કે અમૃત કાલનું પ્રથમ બજેટ વિકસિત ભારતના ભવ્ય વિઝનને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો બનાવશે. તેમણે કહ્યું, "આ બજેટ વંચિતોને પ્રાધાન્ય આપે છે. આ બજેટ આજના મહત્વાકાંક્ષી સમાજ, ગામડાઓ, ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના સપનાઓને સાકાર કરશે."

PM એ તાલીમ, ટેક્નોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટનો ઉલ્લેખ કર્યો

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગામડાઓથી શહેરો સુધી રહેતી આપણી મહિલાઓના જીવનધોરણમાં પરિવર્તન લાવવા માટે સરકારે ઘણા મોટા પગલાં લીધા છે, હવે તેમને વધુ જોરશોરથી આગળ વધારવામાં આવશે. તેમણે કહ્યું, "આ બજેટમાં પ્રથમ વખત, દેશ ઘણી પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યો છે. આવા લોકોને તાલીમ, ટેક્નોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. PM-વિકાસથી આપણા કરોડો વિશ્વકર્માઓનાં જીવનમાં મોટું પરિવર્તન આવશે."

PM મોદીએ કૃષિ ક્ષેત્ર પર શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપશે, જ્યાં ગ્રામવાસીઓ માટે સુવિધાઓ હશે. તેમણે એમ પણ કહ્યું કે દૂધ અને માછલી ઉછેરનો વિસ્તાર વિસ્તરશે, કૃષિમાં ડિજિટલ વસ્તુઓને વધારવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ બજેટ લોકોને આવકની નવી તકો આપવાનું કામ કરશે. વડાપ્રધાને કહ્યું કે MSME માટે બે લાખની વધારાની લોનની પણ ખાતરી આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Embed widget