અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપનીના નિર્દેશક મંડળે શુક્રવારે દેવાથી નિકળવા યોજનાની સમીક્ષા કરી હતી. જે ભાગરૂપે કંપનીએ શુક્રવારે બેન્કકરપ્સીની અરજી પણ દાખલ કરી દીધી છે. મોટાભાઈ મુકેશ અંબાણીની નવી કંપની રિલાયન્સ જિયોની એન્ટ્રીથી ટેલીકોમ સેક્ટરમાં જાણેકે ભૂકંપ આવ્યો છે. આ જ કારણે RComનો વાયરલેસ કારોબાર ઠપ્પ થઈ ગયો છે. માર્ચ 2017 સુધીમાં બેન્કોનું દેવુ 7 અબજ ડૉલર હતુ.
2/3
Rcomના શેરોમાં સોમવારે 54.3 ટકાનો કડાકો બોલ્યો અને એક શેરની કિંમત 5.3 રૂપિયા થઈ ગઈ. શુક્રવારે માર્કેટ બંધ થયુ ત્યાં સુધીમાં તો RComના શેરોમાં 19.4 ટકાનો કડાકો બોલ્યો હતો. કારોબારની શરૂઆતમાં 45 મિનિટમાં તો RComના 12 કરોડ શેરો રોકાણકારોએ વેચી નાંખ્યા. બપોરે 12:15 થોડી રિકવરી જોવા મળી અને સેન્સેક્સ અને નિફ્ટી પર કંપનીના શેરોમાં 36 ટકાનો કડાકો નોંધાયો.
3/3
નવી દિલ્હીઃ સોમવારે શરેબજાર ખૂલતા જ રિલાયન્સની દિગ્ગજ કંપનીના સ્ટોકમાં કડાકો બોલી ગયો હતો. અનિલ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ કોમ્યુનિકેશન્સના સ્ટોકમાં બજાર ખૂલતા જ 48 ટકાનો કડાકો બોલીને 6 રૂપિયાના ભાવ પર આવી ગયો હતો. સ્ટોક શુક્રવારે 11.60ના ભાવે બંધ રહ્યો હતો જે સોમવારે બજાર ખુલતા જ 6 રૂપિયા પર આવી જતા કંપનીની માર્કેટ કેપ ઘઠીને 2000 કોરડ રૂપિયાની નીચે 1668 કરોડ રૂપિયા રહી ગઈ હતી. એટલે કે એક જ ઝાટકો રોકાણકારોના 1550 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.