જોકે તેના રાજીનામા બાદ બંસલને તાત્કાલીક અંદાજે 100 મિલનય ડોલર એટલે કે 700 કરોડ રૂપિયા મળી શકે છે. વિતેલા મહિને બંસલે ત્યારે રાજીનામું આપી દીધું જ્યારે તેની વિરૂદ્ઘ દુર્વ્યવાહરના ગંભીર આરોપ લાગ્યા હતા અને આંતરિક તપાસ બાદ રાજીનામું આપ્યું હતું.
2/3
જોકે તપાસમાં આરોપ સાબિત થાય તેવો એક પણ પૂરાવો મળ્યો ન હતો. બિન્ની બંસલ ફ્લિપકાર્ટમાંથી નીકળ્યાની ઘટનાએ સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને ચોંકાવી દીધા હતા.
3/3
નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટના સહ સંસ્થાપક બિન્ની બંસલે વિતેલા મહિને ફ્લિપકાર્ટના અધ્યક્ષ અને ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું. મિન્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર બંસલ હવે વોલમાર્ટ પાસે રોકડમાં ચૂકવણીની માગ કરી શકે છે. પોતાના પહેલાના કોન્ટ્રાક્ટ અનુસાર બંસલને વોલમાર્ટમાં 4-.45 ટકા હિસ્સા માટે ઓગસ્ટ 2020 બાદ 850 મિલિયન ડોલર મળવા જોઈએ.